અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર તોફાની વળાંક લે એવી શક્યતા
બુધવારે 48થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીનાં દૃશ્ર્યો પણ જોવા મળ્યા હતા.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે બુધવારે(21મે)એ બપોરે આપેલી જાણકારી મુજબ હાલ પૂર્વ મધ્ય અરબ સાગરમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જે આગામી 12 કલાકમાં લો પ્રેસર બનવાની અને તેના પછીના 12 કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવું પૂર્વાનુમાન છે. જેના કારણે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં બે દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ રહેશે, ત્યાર બાદ વરસાદનું જોર વધવાની સંભાવના છે. મંગળવારે વરસેલા વરસાદના કારણે મહુવા માર્કેટીંગ યાર્ડમાં રાખેલા ડુંગળીનો જથ્થો પલળી ગયો હતો. જ્યારે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં કેરીના બોક્સ પલળી જતા વેપારીઓએ નુકાસની ઉઠાવવી પડી હતી.
21 થી 27મી તારીખ સુધી માવઠાની આગાહી હોય ઊંઝા એપીએમસીએ વેપારીઓ અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. એપીએમસીએ માર્કેટયાર્ડના તમામ વેપારીઓ અને ખેડૂતોને સતર્ક રહેવા જણાવ્યું છે. વિશેષ રૂપે ખુલ્લામાં રાખવામાં આવેલા ખેત ઉત્પાદનો અને અન્ય માલ-સામાનની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.
- Advertisement -
આજે 7 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છુટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે 23મેના રોજ અમદાવાદ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, ડાંગ, તાપી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ.
તો 24 મેના રોજ અમદાવાદ, રાજકોટ, પોરબંદર, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ. જ્યારે 25મેના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી.



