ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા પંચાયત આઈસીડીએસ.શાખા તથા મનપાના સંયુક્ત ઉપક્રમે પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ અંગેના વર્કશોપ/કાર્યકમ મહાનગરપાલિકાના સભાખંડમાં યોજાયો હતો. પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત ઈખઅખ/ ઊૠઋ કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ માટેનો વર્કશોપ/કાર્યક્રમ મનપા ખાતે યોજવામાં આવેલ હતો.આ વર્કશોપ કમિશ્નર, સંયુક્ત નિયામક મહિલા અને બાળ વિકાસના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો ત્યારે વિભાગીય નાયબ નિયામક રાજકોટ, નાયબ વિકાસ અધિકારી, પ્રોગ્રામ ઓફિસર સહીત તમામ બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્યસેવિકા બહેનો, બ્લોક કો.ઓર્ડીનેટર, પ્રોગ્રામ ઓફિસર તથા ગ્રામ્યનો સ્ટાફ આ તકે હાજર રહેલ હતો. કાર્યક્રમની શરૂઆતમાં પોષણ સંગમ કાર્યકમ અંતર્ગત અગત્યના પગલાઓ વિષે મુખ્યસેવિકા બહેનો દ્વારા સમજણ આપવામાં આવેલ હતી જેમાં 10 પગલાઓનો હાર્દ રજુ કરતુ એક ગીત પણ એક મુખ્યસેવિકા બહેન દ્વારા ગાવામાં આવેલ હતું. તેમજ ટેક હોમ રેશન બાલશક્તિમાંથી બનાવવામાં આવેલ વિવિધ પોષ્ટિક વાનગીઓ બનાવવામાં આવેલ હતી. તેમજ બાળકોના ગ્રોથ મોનીટરીંગના સાધનો (વજનકાંટાઓ/ઉંચાઈ માપન) તથા સારવારની દવાઓ તેમજ રાજ્યની કચેરી તરફથી ફાળવેલ ઈ-ખઅખ ઊૠઋ પોષણ સંગમ કાર્યક્રમ નું સાહિત્યનો પણ સ્ટોલ રાખવામાં આવેલ હતો.