By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    17 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    16 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    16 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    17 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    17 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    18 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષક દિન નિમિત્તે આયોજીત ’શિક્ષક વંદના’ પ્રોગ્રામમાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષક દિન નિમિત્તે આયોજીત ’શિક્ષક વંદના’ પ્રોગ્રામમાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા
રાજકોટ

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષક દિન નિમિત્તે આયોજીત ’શિક્ષક વંદના’ પ્રોગ્રામમાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા

Khaskhabar Editor
Last updated: 2021/09/06 at 3:35 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષક દિન નિમિત્તે આયોજીત ’શિક્ષક વંદના’ મોટીવેશનલ પ્રોગ્રામમાં બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા

ઉપસ્થિત શિક્ષકોને પ.પૂ. શ્રુતીપ્રકાશ સ્વામીજી, પ.પૂ. અપૂર્વમુની સ્વામી અને જાણીતા વક્તા શૈલેષભાઇ સગપરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

શિક્ષક દિન નિમિત્તે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ’શિક્ષક વંદના’ શિર્ષક અંતર્ગત મોટીવેશનલ પ્રોગ્રામનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ. જેમાં પ.પૂ. શ્રુતીપ્રકાશ સ્વામીજી, પ.પૂ. અપૂર્વમુનીજી સ્વામી અને જાણીતા વક્તા શૈલેષભાઇ સગપરિયા દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગત સમયમાં યોજેયેલ વિવિધ સ્પર્ધાઓના વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યુ હતું.

Contents
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષક દિન નિમિત્તે આયોજીત ’શિક્ષક વંદના’ મોટીવેશનલ પ્રોગ્રામમાં બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યાઉપસ્થિત શિક્ષકોને પ.પૂ. શ્રુતીપ્રકાશ સ્વામીજી, પ.પૂ. અપૂર્વમુની સ્વામી અને જાણીતા વક્તા શૈલેષભાઇ સગપરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

કાર્યક્રમની શરુઆત ઉપસ્થિત મહેમાનોના શુભહસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. આ મોટીવેશનલ પ્રોગ્રામમાં ઉપસ્થિત તમામ શિક્ષકોને સંબોધીને પૂજ્ય અપૂર્વમુની સ્વામીએ કહ્યું કે શિક્ષકનું કાર્ય રત્નકલાકાર જેવું છે, જે કાચા હીરાને ઘસીને મૂલ્યવાન બનાવે છે. જેમ મરણ પથારીએ પડેલી માણસાઈને બચાવે છે એ ડોક્ટર અને માણસમાં મરવા પડેલી માણસાઈને બચાવે એ શિક્ષક છે. કોરોના કાળ દરમિયાન ડોક્ટર અને પોલીસની જેમ જ શિક્ષકોએ પણ ઉમદા કામગીરી નિભાવી છે. વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું ઇન્વેસ્ટમેન્ટ કરવાથી અનેકગણું ફળ મળી જાય છે. રાષ્ટ્રપતિ શિક્ષક બને તેમાં શિક્ષકની ગરિમા છે. જ્યારે કોઈએ કલામ સાહેબને પૂછ્યું કે તમને લોકો કઈ રીતે યાદ કરે તે ગમે? ત્યારે કલામ સાહેબે કહ્યું મને લોકો શિક્ષક તરીકે યાદ કરશે તે વધુ ગમશે. કેરેક્ટર ઈઝ ફર્મ, સ્ટ્રેન્થ ઓફ માઈન્ડ ઈઝ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ પાવર ઓફ ઈન્ટલેકટ ઈઝ એક્સ્પાન્ડેડ. કોઈપણ એજ્યુકેશન આ ત્રણ શબ્દોથી બને છે. આ શબ્દોનો અર્થ પૂ. અપૂર્વમુનિજીએ સવિસ્તારથી તેમના વકતવ્યમાં જણાવ્યો હતો.

- Advertisement -

પૂ. શ્રુતિ પ્રકાશદાસજી સ્વામીએ તેમના ઉદબોધનમાં કહ્યું કે ’શિક્ષક દિન’ અને ’શિક્ષક વંદના’ દિવસમાં ઘણો મોટો ફરક છે. વિદ્યાર્થીના હૃદયમાં શિક્ષકની ગરિમાની ઝાંખી થાય, અને શિક્ષક પ્રત્યે તેનું હૃદય અહો ભાવથી ઢળી પડે એ જ સાચી શિક્ષક વંદના. શિક્ષકમાંથી વિદ્યાર્થીઓ ઘણું બધું શીખતા હોય છે એટલે એમની જવાબદારી ઘણી મોટી છે. શિક્ષક જ્યાં સુધી શ્રેષ્ઠ વિદ્યાર્થી ન બને ત્યાં સુધી તે શ્રેષ્ઠ શિક્ષક બની શકતો નથી. બદલાયેલા પ્રવાહો, ટેકનોલોજી અને આવનારા ભવિષ્ય ને માપી અને સમય પ્રમાણે આપણે આપણી જાતને કેળવતાં જઈએ, શીખતા જઈએ અને અન્યને પણ શીખવતા જઈએ. આ કાર્યક્રમમાં શૈલેષભાઇ સગપરિયાએ તેમની મોટીવેશનલ સ્પીચ આપતા કહ્યું કે એક શિક્ષક રાષ્ટ્રપતિ બને એ તો સામાન્ય ઘટના છે, પરંતુ જ્યારે એક રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ બન્યા બાદ પણ શિક્ષક બને એ એક અસામાન્ય ઘટના છે. શિક્ષક એટલે ’રાષ્ટ્રનું ચરિત્ર નિર્માણ કરનાર વ્યક્તિ’. શિક્ષકનો વિચાર કોઇનું જીવન બનાવી પણ શકે અને કોઇનું જીવન બરબાદ પણ કરી શકે. શિક્ષકના વિચારમાં અદ્ભૂત નિર્માણની તાકાત રહેલી છે, જેના પ્રોત્સાહનથી ચા વેચતો એક સામાન્ય બાળક ઇન્ટરનેશનલ ફિલ્મ ડિરેક્ટર બને છે અને સાઈકલ રીક્ષાચાલકનો દીકરો કલેકટર બની પ્રધાન કાર્યાલયમાં સલાહકાર તરીકે કાર્ય કરે છે. શિક્ષકના હાથમાં રાષ્ટ્રનું ચરિત્ર છે, ભવિષ્ય છે માટે જ શિક્ષકોએ સતત અપડેટ થવું જરૂરી છે.

આ કાર્યક્રમ દરમિયાન ગત સમયમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા યોજાયેલ ચેસ ટુર્નામેન્ટ, પ્રજાસતાક દિવસ અને સ્વતંત્રતા દિવસ અંતર્ગત યોજાયેલ ‘એ મેરે પ્યારે વતન’ ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇને વિજેતા થનાર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોને મહાનુભાવોના હસ્તે પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ મોટીવેશનલ પ્રોગ્રામના સફળ આયોજન માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઈ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરિયા, મહામંત્રી પરિમલભાઈ પરડવા, મહામંત્રી પુષ્કરભાઈ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર જયદીપભાઇ જલુ અને મેહુલભાઈ પરડવા, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઈ ગાજીપરા, ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ, એફ.આર.સી કમિટીના સભ્ય અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની કારોબારી સમિતિના તમામ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- Advertisement -

You Might Also Like

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂસ્ખલન, દ્રશ્યો જોઇ ચોંકી જશો..
Next Article અમાસ પર જરૂર જાણો શું કરવુ શું ન કરવું..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?