ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આશુતોષ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લિ.ના રિકવરી ઓફીસર દરજ્જે રાહુલભાઈ પ્રતાપભાઈ સોલંકી દ્વારા નામ. ટ્રાયલ કોર્ટમાં લોની ખુશ્બુબેન અમિતભાઈ પુજારા પર ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. જે અંતર્ગત ચેક રિટર્નના કેસમાં ખુશ્બુબેન અમિતભાઈ પુજારાને નામ. ટ્રાયલ કોર્ટે નવ માસની કેદની સજા ઠરાવી હતી અને ફરિયાદીને ચેક મુજબની રકમ વાર્ષિક 6 ટકાના વ્યાજ સહિત ચૂકવી આપવા હુકમ ફરમાવેલો હતો. જે ચૂકાદાથી નારાજ થઈ આરોપી ખુશ્બુબેન અમિતભાઈ પુજારાએ નામ. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં નામ. ટ્રાયલ કોર્ટનો હુકમ રદ કરવા અપીલ દાખલ કરેલી હતી. જે અપીલ ચાલી જતાં રિસ્પોડેન્ટ આશુતોષ ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લિ.ના પેનલ એડવોકેટ દર્શિત સી. પાટડિયા દ્વારા ધારદાર અને વિસ્તારપૂર્વકની દલીલો તેમજ સર્વોચ્ચ અદાલતના ચૂકાદાઓને ધ્યાને લઈ રાજકોટના 7માં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે. એન. ઠક્કરે કોર્ટના ચૂકાદાને યથાવત રાખેલા છે તેમજ આરોપીની કેદની સજા નામ. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવેલી છે. આ કેસમાં રિસ્પોન્ડન્ટ વતી એડવોકેટ તરીકે અનિરૂદ્ધ એ. નથવાણી, દિવ્યેશ એ. રૂડકિયા, દર્શિત બી. સોલંકી, દર્શિત સી. પાટડિયા તથા ધર્મીલ વી. પોપટ રોકાયેલા હતા.



