ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટમાં ટઢઘ શ્રીનાથ ધામ હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં વૈષ્ણવોએ હરિનામ સંકીર્તન એવમ બ્રહ્મસંબંધી દીક્ષાનો લાભ મેળવ્યો હતો. ટઢઘ શ્રીનાથધામ હવેલી ખાતે તા. 2, 3 મેના રોજ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં સવારે અને રાત્રે હરિનામ સંકીર્તન શ્રીકૃષ્ણ સ્વરૂપ ધ્યાન અને મંગલ વચનામૃતનો લાભ વૈષ્ણવોને પ્રાપ્ત થયો અને વૈષ્ણવોએ ઠાકુરજીના દર્શન કરી વૈષ્ણવાચાર્યની મુલાકાત લઈ આશીર્વાદ મેળવ્યા હતા તેમજ 100થી પણ વધુ વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરી હતી.



