સર્વ ઇચ્છા પૂર્ણ કરનાર બ્રહ્માસ્ત્ર એટલે મ્યુચ્યુઅલ ફંડ S.I.P.: મેહુલભાઈ રવાણી
સેમિનાર ‘ધન કી બાત’ અને નાટક ‘ભરોસો’ને મળ્યો રાજકોટીયન્સનો ઉત્સાહી પ્રતિસાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માર્કેટમાં આવતા ઉતાર ચડાવથી આજે સૌ કોઈ ડરે છે. લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાસે રોકાણને લગતા પ્રશ્ર્નોના સમાધાન શોધવા જાય છે પણ સફળતા મળતી નથી. વોલેટિલિટી, રોકાણકારો માટે સૌથી મોટું અવરોધ બની ગયું છે. આવા અવરોધોને દૂર કરવા છેલ્લા 25 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડની દુનિયામાં રોકાણકારોને સમૃદ્ધ કરતી રાજકોટની વિશ્વસનીય સંસ્થા અરિહંત ઇન્વેસ્ટમેન્ટ તત્પર છે. ત્યારે તાજેતરમાં રાજકોટના હેમુ ગઢવી મેઇન ઓડિટોરિયમ ખાતે લોકોને મ્યુચ્યુઅલ ફંડ અંગે તલસ્પર્શી માહિતી આપવા માટે મેહુલભાઈ રવાણી અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડના ક્ષેત્રે અભિનવ પહેલ હાથ ધરવામાં આવી. જ્યાં મ્યુચ્યુઅલ ફંડ વિષયક સેમિનાર ‘ધન કી બાત’ અને નાટક ‘ભરોસો’નું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું. જેને રાજકોટીયન્સ તરફથી અકલ્પનિય પ્રતિસાદ સાંપડ્યો હતો. આ કાર્યક્રમમાં એક હજારથી વધુ નાગરિકોએ મ્યુચ્યુઅલ ફંડને લગતા તમામ પ્રશ્નોનું સચોટ નિરાકરણ મેળવ્યું હતું. જ્યાં મુલાકાત લેનાર તમામને એક વિશેષ ભેટ અને ‘પરિવારનો આધાર’ My Record Book ફ્રીમાં આપવામાં આપવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રારંભે રાજકોટ-સૌરાષ્ટ્રના જાણીતા બિઝનેસમેન,વક્તા, લેખક, ફંડ ડિસ્ટ્રીબ્યુટર, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એન્કર, સિંગર, યુવા જૈન અગ્રણી અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર મેહુલભાઈ મહેન્દ્રભાઈ રવાણીએ જણાવ્યું હતું કે,પૈસા ફક્ત કાગળના ટુકડા નહીં, પણ આપણા સપનાઓને સાકાર કરવાની ચાવી છે. ધન કમાવવું સરળ છે, પણ તેને સાચવવું અને વધારવું એ સાચી કળા છે. નાણાંકીય આયોજનથી માણસ સંપત્તિનું સર્જન કરી શકે છે અને નાણાંકીય સ્વતંત્રતા મેળવી શકે છે. મ્યુચ્યુઅલ ફંડ એ આ વિચારોને હકીકતમાં ઉતારવાનો એક ઉત્તમ રસ્તો છે. માટે હું હંમેશા કહું છું કે, સર્વ ઇચ્છા પૂર્ણ કરનાર બ્રહ્માસ્ત્ર એટલે મ્યુચ્યુઅલ ફંડ.
ફાઇનાન્સિયલ પ્લાનિંગ માટે જઈંઙ શ્રેષ્ઠ વિકલ્પ છે. જો તમે યોગ્ય ગોલ સાથે નિશ્ચિત ફંડમાં લાંબાગાળાનું રોકાણ કરશો તો ચોક્ક્સ સંપત્તિનું સર્જન થશે. સેમિનાર પૂર્ણ થયા બાદ નાટક “ભરોસો” પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. જેમાં નાના રોકાણનો મોટો ચમત્કાર દર્શાવવમાં આવ્યો હતો. તો સાથે સાથે ભરોસામાં રોકાણ અને રોકાણ પર ભરોસોના સૂત્રને ચરિતાર્થ કરાયું હતું. આ નાટક દરેક રોકાણકારને તેમને તેમના નાણાંકીય ભવિષ્યમાં સચોટ અને શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ ઇવેન્ટના મીડિયા પાર્ટનર તરીકે વોઇસ ઓફ ડે ન્યૂઝ પેપર દ્વારા મહત્વની ભૂમિકા અદા કરવામાં આવી હતી. આ તકે તેમના પ્રતિનિધિ તંત્રી પરેશભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા અને નાટક ભરોસોની સ્ક્રીપ્ટનું વિમોચન તેઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ કાર્યક્રમમાં જીમ્મીભાઈ અડવાણી, આર.જે. પ્રિયાંક, વિમલભાઈ ધામી, નિરાલીબેન પારેખ, જેબીઓ તથા હર્ષિલભાઈ શાહ અને અંકુરભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ઇવેન્ટને સફળ બનાવવામાં વત્સલ રવાણી, રાધિકા આડેસરા, પ્રાચી શર્મા, દેવાંગ સાટીયા, અજયરાજ દવે, વિરેન્દ્રભાઈ સંઘવી, હર્ષદભાઈ મહેતા, કિશનભાઇ સિધ્ધપુરા અને સંદીપભાઈ સાંકડેચા સહિતના અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ટીમ મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડિમ્પલબેન મોદીએ કર્યું હતું.



