ગોંડલ તાલુકાની સાજડીયાળી પ્રાથમિક શાળાની અનોખી પહેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગોંડલ તાલુકાની શ્રી સાજડીયાળી પ્રાથમિક શાળાએ એક અનોખી પહેલ કરી છે. ગત વર્ષે બાળકોને ઓનલાઈન રિઝલ્ટ જોઈ શકે તેવી વ્યવસ્થા શ્રી સાજડિયાળીપ્રાથમિક શાળાએ સૌથી પહેલી કરી હતી. આ વર્ષે પણ બાળકો પોતાનું રિઝલ્ટ ઘરે બેઠા ઓનલાઇન જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે .સામાન્ય રીતે ધોરણ 10 અને 12 માં કે કોલેજમાં વિદ્યાર્થીઓને પોતાના પરિણામો ઓનલાઈન જોઈ શકતા હોય છે. પરંતુ હજી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન રિઝલ્ટ બનાવવાની કોઈ વ્યવસ્થા કરેલ નથી ત્યારે ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા વિઝનને આગળ વધારવા માટે વિદ્યાર્થીઓ પરીક્ષાનું પરિણામ ઓનલાઇન જોઈ શકે એવી ખૂબ જ સારી એવી પહેલ શ્રી સાજડીયાળી પ્રાથમિક શાળાએ કરેલી છે. મોટાભાગે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે પછી બોર્ડની પરીક્ષાઓના રીઝલ્ટ ઓનલાઈન મૂકવામાં આવતા હોય છે.પરંતુ આ વર્ષે રાજકોટ જિલ્લાની સાજડિયાળી પ્રાથમિક શાળા ઓનલાઈન પરિણામ જાહેર કરેલ છે.
જે રિઝલ્ટ જોવા માટે બાળકોને તેના સીટ નંબર અને તેમની જન્મ તારીખ ના આધારે જોઈ શકાશે. વર્ષ 2024-25નું પરિણામ ઓનલાઇન જોઈ પણ શકાશે અને ડાઉનલોડ પણ કરી શકાશે એવી ખૂબ સારી એવી પ્રશંસનીય અને નોંધનીય એવી કાર્યપદ્ધતિથી રીઝલ્ટ જાહેર કરવામાં આવેલું છે ઓનલાઇન રિઝલ્ટ પ્રથમ વર્ષ 2023 -24 માં જાહેર કરનારી સાજડીયાળી પ્રાથમિક શાળા સૌથી પહેલી હતી. આ વર્ષે પણ અમારી શાળાની વેબસાઈટમાં ઓનલાઇન રિઝલ્ટ બાળકો ઘરે બેઠા જોઈ શકે એવી સરસ વ્યવસ્થા કરેલી છે. પ્રાથમિક શાળાઓમાં આવી સરસ પહેલ કરીને શાળાના બાળકોના ઉત્સાહ અને વાલીઓનો તેમજ ગામ લોકોનો ઉત્સાહ વધારેલ છે. ગામલોક એ શાળાની આવી સરસ પ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક વધાવેલ છે તે બદલ સમગ્ર શાળા સ્ટાફ પરિવાર ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવે છે. શાળાના તમામ શિક્ષકો ની અથાગ મહેનતથી શાળામાં આવા કર્યો સિધ્ધ થાય. પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોની ખૂબ જ મહેનતથી આવા નવા નવા કાર્યો સિદ્ધ થાય છે,તે બદલ શાળાના આચાર્યશ્રી રાદડિયા પુષ્પાબેન, કોમ્પ્યુટર માસ્ટર જયદીપભાઇ ,ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી મહેતા રૂષભભાઈ, અંગ્રેજી શિક્ષક શ્રી પરવાડીયા રીપલબેન ,સામાજિક શિક્ષક શ્રી ગોહિલ નયનાબેન એ હર્ષની લાગણીઓ વ્યક્ત કરેલ છે. ગામના સરપંચ શ્રી એ શાળાની આ પ્રવૃત્તિને ખૂબ જ અભિનંદન
પાઠવેલ છે.



