કચ્છ મોગલધામના બાપુએ ભુઈની કડક શબ્દોમાં આલોચના કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે છેલ્લા ચાર વર્ષથી ઘરમાં મામાદેવ-માતાજીનો મઢ બનાવી ગોરખધંધા કરતી ભૂઈ ક્રિશ્ના નયનભાઈ પરમારનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી 1266 મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભૂઈનો સ્વપ્નકાંડ, મામાદેવની હાજરી બોગસ સાબિત કરતા ભૂઈએ કાયમી પાખંડ બંધની જાહેરાત કરી લોકોની માફી માંગી લીધી હતી. બનાવની વિગત પ્રમાણે સાવરકુંડલા પાસેના મોલડી ગામે ભૂઈ ક્રિશ્નાએ પોતાને રાત્રે સ્વપ્નમાં મોગલ માતાજી આવ્યા અને પ્રમાણ આપતા ઘરનું ઝાડ ફાટતા મોગલમાંનું સ્વયંભૂ પ્રાગ્ટય થયું. હોમ-હવન કરી ઘરમાં મઢની સ્થાપના કરી ભૂઈને નાનપણથી શરીરમાં મામાદેવ આવતા તેની પણ સ્થાપના કરવામાં આવી. છેલ્લા ચાર વર્ષથી લોકોના દુ:ખ-દર્દ, જોવાનું, સંતાન આપવાનું, બાધા-ટેક આપવાનું, નડતર દૂર કરવાની વિધિ-વિધાન શરૂ કર્યું. અંદરોઅંદર શંકા-કુશંકા ઉભી કરી ઘરને છિન્ન-ભિન્ન કરવું વિગેરે પ્રવૃત્તિઓથી ગ્રામજનો નારાજ થયા, આસપાસના લોકો જોવડાવવા દર્શને આવવા લાગ્યા. ભૂઈના કારણે સુરતથી માનતા ઉતારવા, ઘરને સાર્વજનિક બનાવી દીધું. શિક્ષિત પરિવારોને લપેટમાં લઈ લીધા. સ્વપ્નકાંડની ડિંડકલીલા ભૂઈની સફળ થઈ ગઈ હતી. ભૂઈનો પ્રકોપ વધતા સમગ્ર મામલો વિજ્ઞાન જાથાના કાર્યાલયે પહોંચ્યો.
જાથાના રાજકોટ સ્થિત કાર્યાલયે પીડિત પરિવારે ભૂઈના પર્દાફાશ માટે જરૂરી આધાર-પુરાવા રજૂ કરી ક્રિશ્નાભૂઈના ધતિંગ બંધ કરવા સંબંધી માહિતી આપી. જાથાએ ડમી માણસોને ત્રણવાર રૂબરૂ મોકલી ખરાઈ કરી તો સત્ય હકિકત બહાર આવી. ભૂઈ ચાલાક હોવાથી પુરાવામાં મુશ્કેલી પડી હતી. ઝાડ ફાટતા મોગલમાનું પ્રાગ્ટય, મામાદેવની હાજરી આવે તો 20 મિનિટમામં 250 સિગારેટ પીવાનો ચમત્કાર બહાર આવ્યો. જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ રાજયના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર મોકલી ટીમને જરૂરી પોલીસ બંદોબસ્તની માંગણી કરી તુરંત અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સવારકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી. એલ. ચૌધરીને જરૂરી સુચના મોકલી દીધી. જાથા માટે પોલીસ જીપમાં એ.એસ.આઈ. રમેશભાઈ ભાનુભાઈ મારૂ, હેડ કોન્સ્ટે. મિહીરભાઈ વિનુભાઈ ચુડાસમા, પો. કોન્સ્ટે. વિશાલભાઈ દિનેશભાઈ સોલંકી, કોન્સ્ટે. દિપકભાઈ દિનેશભાઈ ખુમાણ, કોન્સ્ટે. સંજયભાઈ વાલજીભાઈ બળવીયા, મહિલા કોન્સ્ટે. નયનાબેન બાવચંદભાઈ સરવૈયા, મહિલા કોન્સ્ટે. કિરણબેન રામજીભાઈ ખટાણાને પોલીસ રક્ષણ માટે ફાળવી દીધા.
જાથાના ચેરમેન જયંત પંડયાએ પો.ઈન્સ. પી. એલ. ચૌધરીને રૂબરૂ મળી ભૂઈના પર્દાફાશની હકિકત આપી તેમણે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, એ.એસ.પી. સાથે વાતચીત કરી લીધી. સમગ્ર પર્દાફાશનું આધાર રાખવાની વાત મુકી હતી. પોલીસ કાફલા સહિત ટીમ મોલડી ગામે ભૂઈના ઘરે પહોંચી ગયા. જાથાના જયંત પંડયાએ ભૂઈ ક્રિશ્ના પરમારને પરિચય આપી મોગલ માતાના પ્રાગ્ટય સ્વપ્નલીલા, મામાદેવના સીગારેટ પાકીટ વિગેરે બંધ કરાવવા આવ્યા છીએ. ઘરમાં હવનના મોટામોટા કુંડ, રસોડામાં મામાદેવની સ્થાપના, ભ્રમ ફેલાવવો કાયદા ભંગ છે. ગામ લોકો પણ નારાજ છે. અંદરોઅંદર ઝઘડાઓ કરવાનું બંધ કરો વાત મુકી હતી. ભૂઈ ક્રિશ્નાના હોંશકોંશ ઉડી ગયા હતા. બાજુમાં દુકાન સંભાળતા પતિદેવ નયન આવી ગયા. પરંતુ જાથાની કામગીરીથી પરિચિત હોય બંનેએ કાયમી ધતિંગ બંધની ખાત્રી આપી હતી. બહેનપણી રમાબેન ગોવિંદભાઈ મદદે આવતા મહિલા પોલીસ નયનાબેન અને કિરણબેને પોલીસ ભાષામાં વાત કરતા ચૂપ રહેવાનું પસંદ કર્યું. કાયમી બંધ-કબુલાતનામું આપવા પતિ સહિત ભૂઈ તૈયાર થઈ ગયા હતા. આજથી ચાર વર્ષના ધતિંગ પ્રવૃત્તિ બંધની જાહેરાત કરું છું. લોકોની માફી માંગી તમામ પ્રકારના ધતિંગ બંધની જાહેરાત આવે જોવાનું કામ બંધ કરું છું. જાથાએ ભાવનગર રેન્જના આઈ.જી.પી. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, પો.ઈન્સ. પી. એલ. ચૌધરી, એલઆઈબી બ્રાંચનો વિશેષ આભાર માન્યો હતો.



