ગુનાઈત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવા છતાં હથિયારના પરવાના મળી ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમને મોટી સફળતા મળી છે જેમાં ગુન્હાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઈસમો દ્વારા અન્ય રાજ્યમાંથી હથિયાર પરવાના લઈ પોતે હથિયાર રાખતા હોવાના નેટવર્કનો પર્દાફાસ કરાયો છે. આ અંગેની મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં ગુન્હાહજત પ્રવૃતિ સાથે સંકળાયેલા હોય અને ગંભીર ગુન્હાઓના કેશ પેન્ડીંગ હોય તેવા ઇસમોને હથિયાર રાખવા માટેનું લાયસન્સ આપતા આખાય નેટવર્કને ઉજાગર કર્યું હતું જેમાં સુરેન્દ્રનગર એસ.ઓ.જી ટીમના ભાવેશભાઈ સિંગરખીયા દ્વારા જીલ્લાના કેટલાક ગુન્હાહિત ઇતિહાસો ધરાવતા ઈસમો પાસે હથિયારનો પરવાનો હોવાની માહિતી મળતા ટીમ સાથે રાખી આ પ્રકારના ઇસમોને રાઉન્ડઅપ કરી તેઓના પરવાના અને હથિયાર તપાસ્યા હતા જેમાં જાણવા મળ્યું હતું
- Advertisement -
કે જીલ્લામાંથી જુદા જુદા 21 ઈસમો કુલ 25 હથિયારોના પરવાના ધરાવે છે અને આ તમામ ઈસમો સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી હોવા છતાં ઇસમોને નાગાલેન્ડ અને મણિપુર ખાતેથી પરવાનો મળ્યો છે. જે અંગે એક બાદ એક તમામ ઇસમોની પૂછપરછમાં હરિયાણાના એજન્ટનો સંપર્ક કરી મણિપુર અને નાગાલેન્ડથી હથિયારોનું ઓલ ઈન્ડિયા પરમીટ ધરાવતું લાયસન્સ મેળવી લીધેલ હોય જેમાં આ પ્રકારે કુલ 21 ઈસમો પાસેથી 5 પિસ્ટલ, 12 રિવોલ્વર, 8 બાર બોર હથિયાર મેળવી લીધા હતા જ્યારે આ પરવાના અપાવનાર વાંકાનેર ખાતે રહેતો મુકેશભાઈ ભરવાડ, ચૂડા તાલુકાનો અને હાલ સુરત ખાતે રહેતો છેલભાઈ વેલાભાઈ ભરવાડ હરિયાણા ખાતે રહેતા શોકતઅલી નામના ઇશમ સાથે સંપર્કમાં રહીને તમામ લોકોને રાજ્ય બહારથી હથિયારોના પરવાના પૂરા પાડતા હોવાનો ઘટસ્ફોટ થતા હાલ તમામ ઈસમો પાસેથી હથિયાર અને પરવાના જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્ય બહારથી હથિયાર પરવાના મેળવેલાં શખ્સો
(1) ઉમેશ ઉર્ફે બાબુભાઈ ડાયાભાઇ આલ
(2) કેવલભાઈ રમેશભાઈ કલોતરા
(3) અશોકભાઇ રમેશભાઈ કલોતરા
(4) હરિભાઈ ચોથાભાઈ બાંભા
(5) લખમણ ઉર્ફે બકાભાઈ ચોથાભાઈ બાંભા
(6) હરિભાઈ રાણુભા જોગરાણા
(7) રૂપાભાઈ ખોડાભાઇ જોગરાણા
(8) મયુર લખમણભાઇ સોંડલા
(9) નાથુભાઈ કાળાભાઈ બાંભા
(10) દિગેશભાઈ કરશનભાઈ સભાડ
(11) વરજાગભાઈ હનુભાઈ મિર
(12) ભરતભાઈ રમેશભાઈ અલગોતર
(13) રાહુલભાઇ જાગાભાઈ અલગોતર
(14) ગોપાલભાઈ હીરાભાઈ જોગરાણા
(15) ગભરુ ઉર્ફે મોગલ સગર્ભાઈ સાંબડ
(16) લિંબાભાઈ ભોટાભાઈ સરૈયા
(17) રમેશભાઈ કુંવરાભાઈ વરૂ
(18) ગણપતભાઇ વિઠ્ઠલભાઈ અલગોતર
(19) જયેશભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર
(20) લાલાભાઈ વિઠલભાઈ અલગોતર
(21) હીરાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર



