By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 hours ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    3 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    3 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    3 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્ટેમ્પ ડ્યૂટીમાં દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ કરાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > સ્ટેમ્પ ડ્યૂટીમાં દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ કરાઇ
અમદાવાદ

સ્ટેમ્પ ડ્યૂટીમાં દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ કરાઇ

Khaskhabar Editor
Last updated: 2025/03/27 at 4:50 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

‘ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025’ રજૂ

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

- Advertisement -

ગુજરાત વિધાનસભામાં ‘ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025’ રજૂ કરવામાં આવ્યું હતું. જે અનુસાર, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ 9-એની જોગવાઈનું પાલન ન કરનાર અથવા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે ખોટી માહિતી આપનારની દંડની રકમમાં અકલ્પનિય વધારો કરવામાં આવ્યો છે. જેમાં દંડની રકમ હાલના 200 થી વધારીને 1 લાખ કરવામાં આવી છે. આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો 10 હજાર રૂપિયા તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ 62-ક ની 1, 2, 3 માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ 200 થી વધારીને 50 હજાર રૂપિયા પણ કરી દેવામાં આવી છે. તેમ જ ઓછામાં ઓછી પેનલ્ટી 10 હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. દંડની જંગી રકમ રાખીને તે રકમમાં ઘટાડો કરવાની કલેક્ટરને સલાહ આપવામાં આવી હતી.

કલમ 62- કનો ભંગ કરવાના પહેલા ગુના માટે 500 રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. જે તે વ્યક્તિ ગુનેગાર ઠરે ત્યારે તેને 5 હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. કલમ 62-કની જોગવાઈનો બીજીવાર ભંગ કરવા બદલ 1 હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ લાવવામાં આવી રહી છે. ત્રીજીવાર અને ત્યારબાદ આ ગુનો કરે તો 2 હજાર રૂપિયાનો દંડ અને બે વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આઘાતજનક બાબત તો એ છે કે, જેલની સજા કરવાની સત્તા કોર્ટને છે, પરંતુ આ ખરડા મારફતે આ સત્તા સ્ટેમ્પ અધિકારીને આપી દેવામાં આવી હોવાનું જણાય છે. કલમ 34 હેઠળ કરવા પાત્ર દંડ અત્યારની તુલનાએ દસ ગણો વધારી દેવામાં આવ્યો છે.

મૃત્યુ પામેલાની મિલકતના વારસદાર પુત્ર કે પુત્રીને માત્ર 200 રૂપિયાના સ્ટેમ્પ લખી આપીને અન્ય ડ્યૂટી ભર્યા વિના મિલકત ટ્રાન્સફર કરી આપવાની બજેટમાં જોગવાઈ દાખલ કરવામાં આવી છે. જોકે, એકબાજુ આ જોગવાઈથી ભાજપ સરકારે જનતાને ખુશ કરી દીધી, તો બીજી બાજુ થનારી દરેક ચૂક માટે જંગી રકમનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરી છે. આ જ રીતે આર્ટિકલ 36માં સુધારો સૂચવીને તારણમાં આપેલી એટલે કે ગિરોખત કરી આપેલી મિલકત માટે 500 થી 1000 રૂપિયાનો દંડ કરવાની જોગવાઈમાં વધારો કરીને 5 હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, 1999 પહેલાં સ્ટેમ્પ ડ્યૂટી લેવાતી નહોતી. હવે તે મિલકતો વેચવા જાય ત્યારે ડ્યૂટી વસૂલ કરવા માટે ડ્યૂટીની રકમ નક્કી કરી આપવામાં આવે છે. પહેલા આ ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમ ઉપરાંત 250 રૂપિયા જમા કરાવીને દસ્તાવેજ ક્લિયર કરાવી શકાતો હતો, હવે નવા સુધારા ખરડા મારફતે દાખલ કરવામાં આવેલી જોગવાઈ મુજબ મિલકત માલિકે ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીની બમણી રકમ સ્ટેમ્પ ડ્યૂટી તરીકે જમા કરાવવી પડશે. આ પ્રકારના કિસ્સાઓમાં 20 કે 25 વર્ષની ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી ગણતરીમાં લેવામાં આવે તો તેના પર દર વર્ષે 3 ટકાના દરે દંડ ઉમેરવાની જોગવાઈ પણ દાખલ કરવામાં આવી છે. જોકે, કોઈપણ કિસ્સામાં ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીના છ ગણાથી વઘુ રકમને દંડ કરી શકાશે નહીં.

- Advertisement -

ભાડાં કરારથી અપાતી મિલકતના ખર્ચમાં વધારો થશે
ભાડાં પર રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પરનો બોજો પણ વધારવામાં આવ્યો છે. 11 મહિના 39 દિવસના ભાડાં કરાર રહેઠાણ માટે હોય તો તેને માટે 500 રૂપિયાનો સ્ટેમ્પ અને કોમર્શિયલ માટે 1000 રૂપિયાનો સ્ટેમ્પ વાપરવાની જોગવાઈ છે. આ કરારની વિગતો પાંચ કે પંદર વર્ષથી નહીં દર્શાવવામાં આવી હોય તો તેને માટે 10 હજાર રૂપિયાનો સ્ટેમ્પ વાપરવો પડશે અને તે ઉપરાંતના વર્ષ માટે બે ટકાના દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. સરકારે ડ્યૂટી માફી આપી હોય કે પછી તેવા વખતે ખૂટતી ડ્યૂટીની રકમ પર નહીં, પરંતુ ડ્યૂટીની સંપૂર્ણ રકમ પર દંડ કરવાની જોગવાઈ નવા બિલના માધ્યમથી લાવવામાં આવી છે. નોંધનીય છે કે, કલેક્ટર સમક્ષ તેને માટે અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હોય તે તારીખ અને કલેક્ટરે તેના પર હુકમ કર્યો હોય તે તારીખ વચ્ચેના સમયગાળાને દંડ માટેના સમયગાળા તરીકે ગણતરીમાં લેવામાં નહીં આવે. આ ગાળા માટે કોઈ જ દંડ કરવામાં આવશે નહીં.

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

TAGGED: ahmedabad, Stamp duty penalty
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચારધામ યાત્રામાં રૂપિયા આપીને પણ VIP દર્શન નહીં થાય, રીલ બનાવનારને ‘નો એન્ટ્રી’
Next Article ‘નીલકંઠ સ્વામીની વિચારધારા અધાર્મિક અને રાક્ષસી’: આહીર સમાજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?