ફરસાણની દુકાનમાંથી પાંચ હજારની ચોરી કરનાર દસ્તાની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ગુરૂપ્રસાદ ચોક નજીક બાલાજી ભવાની ફરસાણ નામે દુકાન ધરાવતાં વિશાલ નિતીનભા ચંદારાણા ઉ.34ની દુકાનમાંથી પ હજારની રોકડ ચોરી કરનાર આરોપીને માલવીયાનગર પોલીસે ઝડપી લઈ રોકડ અને રિક્ષા કબજે કરી છે ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ગોકુલધામ સોસાયટીમાં ભાડેથી રહેતો વિશાલ ગઈકાલે તેની દુકાને હતો ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલો અજાણ્યો શખ્સ તેની નજર ચુકવી દુકાનના થળામાંથી પ હજારની ચોરી કરી ભાગી ગયો હતો જે ગઠીયો સીસીટીવીમાં કેદ થઈ જતા માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી દરમિયાન મવડી ફાયર બ્રિગેડના ખુણા પાસેથી આરોપી મૂળ થાનગઢના અને હાલ રૈયાધારમાં રહેતા દશરથ ઉર્ફે દસ્તા ગભુભાઈ જોગરાણાને પકડી રોકડ અને રિક્ષા મળી કુલ પપ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી અગાઉ વાહનચોરી, ઘરફોડ ચોરી, સહિત 12 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.



