ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં કુવાડવા રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં પગપાળા રોડ ક્રોસ કરતી વેળાએ વાહનની ઠોકરે ચડી જતા યુવકનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ સુરેન્દ્રનગરનો અને હાલ કુવાડવા રોડ પર નવાગામ પાસે ઝૂંપડામાં રહેતો અને વાહનમાં ગ્રીસ પૂરવાની મજૂરીકામ કરતો સંજય ચમનભાઇ સોલંકી ઉ.20 રાત્રીના પગપાળા રોડ ક્રોસ કરતો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહને ઠોકરે લેતા તેને ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બનાવને પગલે બી ડિવિઝન પોલીસે તપાસ કરી મૃતક યુવકના પિતા ચમનભાઇની ફરિયાદ પરથી અકસ્માત બાદ નાસી જનાર વાહનચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી છે.



