પકડાયેલા ચાર પૈકી બે ભાઈઓની હત્યા, રાયોટિંગ સહિતના ત્રણ ગુનામાં સંડોવણી
વારંવાર ગુના આચરતી ટોળકીને કાયદાનું ભાન કરાવતી પોલીસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં વારંવાર ગુના આચરતા હોય તેવા 756 ગુનેગારોની યાદી તૈયાર કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં જાહેરમાં ધમાલ મચાવી સુલેહ શાંતિનો ભંગ કરનાર ચાર લુખ્ખાઓને એ ડિવિઝન પોલીસે દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું
રાજકોટમાં વાહન પાર્ક કરવા મુદે કેટલાક શખ્સોએ ઝઘડો કરી જાહેરમાં મારકૂટ કરતાં આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ગુના નોંધવામાં આવ્યા હતા દરમિયાન એ ડિવિઝન પીઆઇ આર જિ બારોટ અને ટીમે ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર ચાર શખ્સોને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું છે પીએસઆઇ કે એમ વડનગરા સહિતે બાતમી આધારે ધીમંત બાલકૃષ્ણભાઈ સોનેજી, અલફેજ સબીરભાઈ ડોડીયા, નીતિન રવિભાઈ ઉર્ફે રવજીભાઈ મૂછડિયા અને આનંદ ઉર્ફે કાળું રવિભાઈ ઉર્ફે રવજીભાઈ મૂછડિયા સહિત ચારેયની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
પકડાયેલા ચારેય આરોપીઓના ગુનાહિત ઉપર એક નજર કરીએ તો નીતિન અને કાળું બંને સગા ભાઈઓ છે જે પૈકી નીતિન હત્યાના ગુનામાં થોરાળા પોલીસ સ્ટેશનમાં તેમજ તેનો ભાઈ હત્યા અને રાયોટિંગ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.



