By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    19 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    7 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    18 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    18 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    19 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    20 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં બર્ન્સ વોર્ડ 16 કરોડના ખર્ચે લેસર સુવિધાથી સજ્જ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં બર્ન્સ વોર્ડ 16 કરોડના ખર્ચે લેસર સુવિધાથી સજ્જ થશે
રાજકોટ

રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં બર્ન્સ વોર્ડ 16 કરોડના ખર્ચે લેસર સુવિધાથી સજ્જ થશે

Khaskhabar Editor
Last updated: 2025/02/05 at 4:06 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

સૌરાષ્ટ્રના ક્રિટિકલ દર્દીઓએ હવે અમદાવાદ જવું નહીં પડે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા રૂ. 16 કરોડનાં ખર્ચે લેસર સહિતની આધુનિક સુવિધાથી સજ્જ બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર રૂપિયા 16 કરોડનાં ખર્ચે બનાવવામાં આવનાર છે. આ માટે સિવિલ અધિક્ષક દ્વારા પીઆઈયું વિભાગ સાથે મળી કામગીરી આગળ વધારવામાં આવી છે. જેને લઈને કલેક્ટર દ્વારા જીટી શેઠ હોસ્પિટલ નજીક નવી જગ્યા ફાળવવામાં આવી છે. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનો પ્લાન ઙઈંઞ વિભાગ દ્વારા સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે. જેના ઉપર સરકારની મહોર લાગતા જ કામગીરી શરૂ કરવામાં આવનાર છે. તેમજ આ પ્રોજેકટ સાકાર થતા સૌરાષ્ટ્રનાં ક્રિટિકલ દર્દીઓને અમદાવાદ જવું પડશે નહીં. માત્ર રાજકોટ નહીં કચ્છ અને સૌરાષ્ટ્રનાં અંદાજે 40 લાખથી વધારે લોકોને આ આધુનિક બર્ન્સ ને ક્રિટિકલ કેર સેન્ટરમાં રાષ્ટ્રીય સ્તરની સુવિધાનો લાભ મળશે. રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય સ્તરનું બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર ઉભું કરવામાં આવનાર છે. આ માટે છેલ્લા આઠેક મહિનાથી વિચારણા ચાલતી હતી. જોકે પૂર્વ સિવિલ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીની બદલી થતા કામગીરી અટકી હતી. પરંતુ હાલ સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયા દ્વારા કામગીરી આગળ વધારવામાં આવતા કલેક્ટર દ્વારા આ પ્રોજેકટ માટે જી. ટી. શેઠ હોસ્પિટલની બાજુમાં અંદાજે 3100-3200 મીટર જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. આ જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનું બિલ્ડીંગ ઉભું કરવામાં આવશે. આ માટેનો પ્લાન પીઆઈયુ વિભાગે સરકારમાં મુક્યો છે. જે મંજુર થતા આગળની કામગીરી શરૂ કરવામાં આવશે.

- Advertisement -

સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાનાં જણાવ્યા મુજબ રાજકોટમાં રાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ સાથેનું આધુનિક બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માટે કલેક્ટર દ્વારા સિવિલ હોસ્પિટલથી તદ્દન નજીક આવેલી જી. ટી. શેઠ હોસ્પિટલની બાજુમાં અંદાજે 3100-3200 મીટર જેવી જગ્યા ફાળવવામાં આવી છે. પીઆઈયુ વિભાગ દ્વારા આ જગ્યા ઉપર ચાર માળનું બિલ્ડીંગ બનાવવા માટેનો પ્લાન પણ સરકારમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. જેની મંજૂરી મળતા જ કામગીરી આગળ વધારવામાં આવશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાઝેલા દર્દીની સારવાર બાદ સ્કીન બેન્ક પણ ઉપલબ્ધ હોવાથી તેની કોસ્મેટીક ટ્રીટમેન્ટ અને પ્લાષ્ટીક સર્જરી પણ કરવામાં આવશે. આ માટે અલગથી આધુનિક ઈન્સ્ટ્રુમેન્ટ ઉપલબ્ધ કરવામાં આવશે. તેના માટે ડિપાર્ટમેન્ટ ઓફ પ્લાસ્ટીક સર્જરી અને ડિપાર્ટમેન્ટ ઓફ સર્જરી અદ્યતન બનાવવામાં આવશે. જેના કારણે કોઈપણ દર્દીને નિ:શુલ્ક રાષ્ટ્રીય સ્તરની સારવાર મળી રહેશે. આ બંને વિભાગોમાં ખાસ નિષ્ણાંત ડોક્ટર્સ સહિતનાં સ્ટાફની પણ નિમણુંક કરવામાં આવશે જેના દ્વારા 24 કલાક ઇમરજન્સી સારવાર આપવામાં આવશે. જેના કારણે દર્દીઓને અમદાવાદ સુધી જવાની જરૂર પડશે નહીં.

ઉલ્લેખનીય છે કે, અંદાજે દસેક મહિના પહેલા પૂર્વ સિવિલ અધિક્ષક ડો. ત્રિવેદી દ્વારા જ આ પ્રોજેકટની જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે તેના થોડા સમય બાદ તેની બદલી થતા આખો પ્રોજેકટ અટકી પડ્યો હતો. પરંતુ નવા સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયા દ્વારા હવે આ પ્રોજેકટ હાથ ઉપર લેવામાં આવ્યો છે. અને કલેક્ટર દ્વારા આ માટે જગ્યાની પણ ફાળવણી કરવામાં આવી છે. તેમજ પીઆઈયુ વિભાગ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનો પ્લાન સરકારમાં મુકવામાં આવી ચુક્યો છે. જે મંજુર થતા જ પ્રોજેકટની કામગીરી આગળ વધશે. અને અંદાજીત 2થી 3 વર્ષમાં લોકોને ઘરઆંગણે રાષ્ટ્રીય સ્તરની સુવિધાનો નિ:શુલ્ક લાભ મળશે.

- Advertisement -

રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના 8 જિલ્લાના અંદાજે 40 લાખ કરતા વધુ દર્દીઓને લાભ મળશે

આ પૈકી બર્ન્સ કેર સેન્ટરમાં સ્પેશિયલ ટાઈપનાં લેસરની સુવિધા આપવામાં આવશે. તેમજ દાઝી ગયેલા દર્દીની સારવાર કરવા માટેના રાષ્ટ્રીય સ્તરનાં આધુનિક સાધનો મુકવામાં આવશે. એટલું જ નહીં આ માટે ખાસ નિષ્ણાંત ડોક્ટર્સ સહિતની ટીમોની નિમણુંક કરવામાં આવશે. આ માટે જુદા-જુદા 2 ફ્લોર બનાવવામાં આવ્યા છે. જેમાં પેશન્ટ રીસેપ્શન એરિયા, મેલ અને ફિમેલ તેમજ ચિલ્ડ્રન વોર્ડ, ડ્રેસિંગ રૂમ, સ્પેશિયલ ઓપરેશન થિયેટર ઉપરાંત માઇનોર ઓપરેશન થિયેટર તેમજ દર્દીઓનાં સગાઓને બેસવા માટેની સુવિધા સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જ્યારે ક્રિટિકલ કેર સેન્ટરમાં ઈમરજન્સી મેડીસીન અને સર્જરી તેમજ હાડકાનો વિભાગ રાખવામાં આવશે. આ ક્રિટિકલ કેર સેન્ટરમાં ઓપીડી ટાઈમ સિવાય કોઈપણ સમયે ઇમરજન્સી દર્દીઓ આવે તો તેને સીધા સારવાર માટે ખસેડાશે. અને ડોક્ટરો દ્વારા તેને ચકાસ્યા બાદ જે વિભાગમાં સારવાર આપવાની હશે તે વિભાગમાં દાખલ કરવામાં આવશે. અકસ્માત કે દાઝેલા દર્દી આવ્યા બાદ તેની સારવાર તુંરત ચાલુ થાય તે પ્રાથમિકતા રહેશે. આ તમામ સુવિધાનો લાભ માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રના 8 જિલ્લાના અંદાજે 40 લાખ કરતા વધુ દર્દીઓને મળી રહેશે.

You Might Also Like

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

જય હિન્દ કાફે સીલ : 41 પેઢીમાં તપાસ, 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર કોલ્ડડ્રિંક્સનો નાસ

9 કરોડની આરટીઓ કચેરી પરંતૂ સ્વચ્છતા અને સુરક્ષા 0

TAGGED: Rajkot, Rajkot Civil Hospital
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજુલા-જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીને લઇ ખરાખરીનો જંગ જામ્યો
Next Article રાજકોટમાં કયુલેક્ષ મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા વ્હિકલ માઉન્ટેડ મશીનથી ફોગિંગ કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?