રાજુલામાં 2 અને જાફરાબાદમાં 17 ફોર્મ પરત ખેંચાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.5
ગુજરાતમા સ્થાનીક સ્વરાજની ચૂંટણી જાહેરાત કરી દેવામાં આવી છે. રાજુલા- જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીને ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે ચુંટણી માટેના વોર્ડ વાઈસ ફોર્મ ભરાય ચુક્યા છે. અને આજે ફોર્મ પરત ફેચવા માટેનો છેલ્લા દિવસ હતો. ત્યારે રાજુલા નગરપાલિકાની ચૂંટણી માટે 2 ફોર્મ પરત ખેંચાયા હતા. જેમાં વોર્ડ નં:-1 માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાહીલભાઇ સેલોત તથા વોર્ડ નંબર-4 માં આપના ઉમેદવાર જશુબેન જગદીશભાઇ ચોહાણ દ્વારા ફોર્મ પરત ખેંચ્યું હતું. રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 28, તથા કોંગ્રેસ 28 તથા આપના 23 તેમજ અન્ય અપક્ષ 1 મળી વોર્ડ માટે કુલ 80 ઉમેદવારોનો ચૂંટણીમા જંગ જામશે. આમ જાફરાબાદમાં 17 ફોર્મ પરત ખેંચાયા. જેમાં 15 કોંગ્રેસ, 2 અપક્ષ દ્વારા ફોર્મ પરત ખેંચાયા હતા. હાલ જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ 12, કોંગ્રેસ 10, આપ-1 મળી કુલ 23 ઉમેદવારો ચૂંટણી માટે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આજે ફોર્મ પરત ખેંચાતા જાફરાબાદ નગરપાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાયો હતો. ધારાસભ્ય હીરા સોલંકીની આગેવાનીમાં બિનહરીફ વરણી કરાઇ હતી. જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં 16 બેઠક બિનહરીફ જાહેર થઈ છે.
- Advertisement -
વોર્ડ નંબર 1, 5, અને 7 માં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા. અમુક વોર્ડમાં એકાદ ઉમેદવાર હોવાથી ચૂંટણીઓ યોજાશે. જાફરાબાદ પાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનો કેસરિયો લહેરાયો હતો. આ સાથે હીરા સોલંકીના નિવાસસ્થાને વિજેતા ઉમેદવારોના સન્માન કરાયું. હીરા સોલંકી, મનહર બારૈયા દ્વારા વિજેતા ઉમેદવારોને મો મીઠા કરાવ્યા હતાં. જાફરાબાદ પાલિકામાં ભાજપની ભવ્ય જીતને ઢોલના નગારા સાથે વધાવી હતી.