ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર કચ્છની સેો પ્રથમ સેલ્ફ ફાયનાન્સ તથા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ છતા સોંઘુ શિક્ષણ મળી રહે તે ભાવ થી 1996મા શરૂ થયેલ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજને દેશની અગ્રગણ્ય બેરીંગ ઉત્પાદક કંપની એવી રોલેક્ષા રીંગ્સ લીમીટેડ તરફથી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાના ભાગરૂપે તથા એન્જીનીયરીંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અતિ આધુનિક શિક્ષાણ મળી રહે તેવા શુભ આશયથી ઈન્ડસ્ટ્રી 4.0 (સેવન સેન્સ) સી.એન.સી. મશીન ની ભેટ પ્રાપ્ત થયેલ છે. વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના મીકેનીકલ વર્કશોપ ખાતે સી.એન.સી. મશીન નું ઉદઘાટન રોલેક્ષ રીંગ્સ લીમીટેડ કંપનીના ડાયરેકટર માનેષભાઈ માડેકા વી.વી.પી. સંસ્થાના ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવે રાજકોટના અગ્રગણ્ય ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ પ્રાગ્સન મેન્યુફેકચરીંગ ટેકનોલોજીના શિવમભાઈ વસાણી ફાઈબ્રોસ 3 ડી ટેકનોલોજી પ્રાઈવેટ લીમીટેડના કીશનભાઈ કામાણી જીવનજયોત કાસ્ટીંગ નાં દર્શનભાઈ પટેલના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય ડો. પિયુષભાઈ વણઝારા મીકેનીકલ વિભાગના વડા ડો. નિરવભાઈ મણીયાર વિભાગીય વડાઓ કર્મચારીગણ તથા વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહયા હતા.
VVP મીકેનિકલ ખાતે અદ્યતન ‘ઈન્ડસ્ટ્રી 4.0 (સેવન સેન્સ)’ મશીનનું ઉદ્ઘાટન
