By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    10 hours ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    10 hours ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    1 day ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    10 hours ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    11 hours ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    11 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    1 day ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    2 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    10 hours ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    8 hours ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    2 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: “વિકાસ દિવસ” અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી તથા નવસારીના સાંસદની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > “વિકાસ દિવસ” અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી તથા નવસારીના સાંસદની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો.
SCIENCE-TECHNOLOGYરાજકોટ

“વિકાસ દિવસ” અંતર્ગત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ મુખ્યમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી તથા નવસારીના સાંસદની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો.

Khaskhabar Editor
Last updated: 2021/08/07 at 3:44 PM
Khaskhabar Editor 5 years ago
Share
16 Min Read
SHARE

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વિકાસ દિવસ” અંતર્ગત જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, માન.કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરી તથા નવસારીના માન.સાંસદ સી.આર. પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો.

· વતન પ્રેમ યોજના અંતર્ગત બહાર વસતા ગુજરાતીઓને વતન વિકાસ માટે સહયોગ આપવા અપીલ કરતા માન.કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

- Advertisement -

· સત્તા એ જનસેવાનું માધ્યમ છે, સત્તા ભોગવવા માટે નહિ. અમારી સહકાર આ મંત્રને વરેલી છે: માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

· ગુજરાતને રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઈવે, એક્સપ્રેસ વે, ફોર લેન હાઈવે તેમજ નવા બ્રિજની કેન્દ્રએ મંજુરી આપી છે: કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરી

· રાજ્ય સરકારે શિક્ષણ, કૃષિ, વીજળી, રસ્તા, રોજગાર, બંદરોનો વિકાસ, ટુરીઝમ સહિતના વિવિધ ક્ષેત્રે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ૦૫ વર્ષમાં વિકાસમાં હરણફાળ ભરેલ છે : ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી

- Advertisement -

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણી (સેવાયજ્ઞ) અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વિકાસ દિવસ” અંતર્ગત જુદા જુદા વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા આવાસ ફાળવણી ડ્રો કાર્યક્રમ આજરોજ તા.૦૭/૦૮/૨૦૨૧ના રોજ સવારે ૦૯:૪૫ કલાકે પૂ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, માન.કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરી, નવસારીના માન.સાંસદ સી.આર.પાટીલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ તથા રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરી કે.કૈલાસનાથનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો.

કાર્યક્રમનું દિપ પ્રાગટય ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના વરદ કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહ્યા.

આ પ્રંસગે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડ, તથા બાગબગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામી, ડે.મ્યુનિસિપલ કમીશનર આશિષકુમાર, એ.કે.સિંઘ, ચેતન નંદાણી તથા રૂડા ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર ચેતન ગણાત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જોડીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનકલ્યાણ નીતિ અનુસાર વિકાસ પ્રક્રિયા આગળ ધપાવી છે તે માટે તેમણે અભિનંદન આપું છુ. કોરોનાકાળમાં જયારે વિશ્વમાં વિકાસકામો થંભી ગયા હતા ત્યારે ગુજરાતે વણથંભી વિકાસયાત્રા ચાલુ રાખી હતી અને તેથી જ આજે રૂ.૩૩૨૨ કરોડના વિકાસકામો લોકાર્પણ અને રૂ.૧૯૬૧ કરોડના વિકાસકામોના ખાતમુહુર્ત થયા છે.

વતનપ્રેમ યોજના અંતર્ગત વિદેશમાં તથા ગુજરાત બહાર વસતા તમામ ગુજરાતીઓને ગુજરાત સાથે જોડવાની એક સુંદર યોજના અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનામાં ગુજરાત સરકાર ૪૦% રકમ ફાળવશે. તો મારી દુનિયાભરમાં વસતા ગુજરાતીઓને આ યોજનામાં જોડાઈ માતૃભૂમિના વિકાસમાં સાથસહકાર આપવા અપીલ છે. આજરોજ રાજ્યમાં ૨૫,૦૦૦ આવાસો લોકાર્પણ કરવામાં આવ્યા છે અને બીજા ૪૫,૦૦૦ આવાસો માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યા છે. સને ૨૦૨૨ સુધીં ઘર વિહોણા લોકોને ઘર મળી તેવું નરેન્દ્રભાઈનુ સ્વપન સાકાર થવા જઈ રહ્યું છે.

કોઈપણ રાજ્યમાં મજબુત રોડ નેટવર્ક વિકાસની પારાશીશી છે. ગુજરાતમાં મજબુત રોડ નેટવર્ક માટે ગડકરીજીને અભિનંદન આપું છું અને આભાર માનું છું. રાજ્યમાં પાણી પુરવઠા માટે ટેન્કરરાજ હવે ભૂતકાળ બની ગયું છે. સૌની યોજના માટે ૧૮૦૦ એમ.એમ.ની પાઈપલાઈન નાખવામાં આવી ત્યારે વિપક્ષો હસી ઉડાવતા હતા કે તેમાંથી હવા નીકળશે. પરંતુ હવે તેમાંથી ફક્ત પાણીના ધોધ જ વહે છે. રાજ્યએ હાલ કોરોનાની ૨ લહેર પાર કરી છે. ગુજરાત સૌથી વેકસીનેશન કરાવ્યું છે. તાજેતરમાં પ્રધાનમંત્રીએ ગરીબોને મફત અન્ન વિતરણ કરવાની યોજના અમલમાં મુકાવી છે. તે અંતર્ગત ગરીબોને દિવાળી સુધી માથાદીઠ ૫ કિગ્રા અનાજ વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. જે માટે રૂ.૮૦,૦૦૦ કરોડનો ખર્ચ થનાર છે. તેમ અમિતભાઈ શાહે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવે છે કે, સરકારના ૦૫ વર્ષની ઉજવણી નહિ પરંતુ, જનકાર્યનો સેવા યજ્ઞ છે. આજે એક મંચ પરથી એકસાથે ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાયેલ છે. મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી દેશના નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત માટે વિકાસનીતિને પ્રસ્થાપિત કરેલ છે. તે પથ પર રાજ્યના વિકાસમાં અમો આગળ ધપી રહ્યા છીએ. ગુજરાત દેશનું રોલમોડલ બની રહ્યું છે. ગુજરાત સરકારે ૪ સ્થંભ જેવા કે, પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારને અનુસરી વિકાસની ગતિ આગળ વધારી રહ્યા છીએ. જેમ વિક્રમાદિત્યએ તપોબળથી સિંહાસનને જનકલ્યાણકારી બનાવેલ. એવી જ રીતે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના સિંહાસનને પણ તપોબળ દ્વારા જનસેવામાં સમર્પિત કર્યું હતું. એ જ દિશામાં, અમારી સરકાર આગળ વધી રહી છે.

વિશેષમાં, મુખ્યમંત્રીએ જણાવેલ કે, પ્રધાનમંત્રી એ નર્મદાનો પ્રશ્ન ઉકેલીને ગુજરાતના વિકાસ દ્વ્રારો ખોલ્યા છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતો, આદિવાસીઓ, બેરોજગારો, સાગરખેડુ વિકાસ, વનબંધુ યોજના-૨, સોલાર, ટુરીઝમ, અનેક ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવ્યું છે. દેશના દરિયા કિનારે વસતા સાગરખેડુઓ વિકાસ અને ઉથ્થાન માટે રૂ.૫૦,૦૦૦ કરોડ અને વનવાસીઓના વિકાસ અને ઉથ્થાન માટે રૂ.,૧,૦૦,૦૦૦ કરોડની વનબંધુ યોજનાની અમલવારી ચાલુ કરવામાં આવી છે. કચ્છમાં ૩૦ હજાર મેગા વોટનો એનર્જી પાર્ક બનાવવાની કામગીરી ચાલુ છે જે ૨૦૩૦ સુધીમાં પૂર્ણ થતા તે દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક કાર્યરત થશે. કેવડીયા ખાતે વર્લ્ડ ટુરીઝમ ક્ષેત્રે અનેરું સ્થાન પામે તેવા સ્ટેચ્યુ ઓફ યુનીટીની રોજ ૪૦,૦૦૦ પ્રવાસીઓ મુલકાત લે છે. દ્વારકા પાસે શિવરાજપુર બીચનું પણ ડેવલોપમેન્ટ થઇ રહ્યું છે. તો ધોલપુર, ચાંપાનેર વગેરે વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પામ્યા છે. દસેય દિશામાં વિકાસ થઇ રહ્યો છે. અમોએ સતાને સેવાનું સાધન માન્યું છે, ભોગવવાનું નહિ. અને તેના કારણે જ, છેલ્લા ૦૫ વર્ષમાં રાજ્યનો હેપીનેશ ઇન્ડેક્સ ખૂબ ઉંચો ગયો છે.

આ પ્રસંગે પોતાના વર્ચ્યુઅલ ઉદ્બોદનમાં કેન્દ્રના સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપું છુ. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અત્યારે તેમણે રાજ્યને પ્રગતિશીલ બનાવ્યું હતું, હવે રાજ્ય સમૃદ્ધ બનવા તરફ ગતિ કરી રહ્યું છે. રાજ્યના રાજકોટ-જેતપુર હાઈવે સિક્સ લેન બનશે. એક્સપ્રેસ ગુજરાતના ૭ જીલ્લામાંથી પસાર થશે અને તેમાં પછાત એવો આદિવાસી એરિયા પણ કવર થશે જેના કારણે તે એરિયાની પ્રગતિના દ્વાર ખુલશે. દેશભરમાં અમેરિકાના સ્ટાન્ડર્ડના રોડ બનવાનો નિર્ધાર કર્યો છે. અગાઉની સરકારના વખતમાં દરરોજ ૨.૦ કિમીના રોડ બનવાનું કામ હાથ ધરાતું પરંતુ હવે ૩૮ કિમીના કામ પુરા થાય છે.

ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે, વડાપ્રધાનના સ્વપ્ન “સૌને ઘર”ને સિધ્ધ કરવાના હેતુ માટે ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા “પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)” તા.૨૦/૧૧/૨૦૧૬થી અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજનાના અમલથી રાજ્યના ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરવિહોણા અને કાચું આવાસ ધરાવતા કુટુંબોને ૨૦૨૨ સુધીમાં “પોતાના સ્વપ્નનું ઘર” મળી રહે તેમજ તેઓનું જીવનધોરણ ઊંચુ લાવવાનો રાજ્ય સરકારનો દ્રઢ નિર્ધાર છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાન બાંધકામ માટે રૂા.૧,૨૦,૦૦૦/-ની સહાય સાથે લાભાર્થીને તેના પોતાના મકાન બાંધવા માટે મળતી બીજી વધારાની સહાય મળીને કુલ રૂા.૧,૫૨,૧૬૦/- ની સહાય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રાજ્યના ૩૪૦૦૦ થી વધુ ગામો પરાઓને કુલ રૂા.૧૭,૧૯૬ કરોડની રકમના પ૩,૨૫૦ કિ.મી. લંબાઇના ૨૦,૪૮૬ રસ્તાઓના કામોને મંજુરી આપેલ છે.

ગુજરાત સરકાર દ્વારા સિંચાઇ સુવિધા વધારવા, સિંચાઇમાં પડતી તકલીફો દુર કરવા માટે તથા હયાત સિંચાઇ સુવિધાના સુદ્રઢીકરણ માટે છેલ્લા પાંચ વર્ષમાં સમગ્ર રાજ્યમાં વિવિધ કામગીરીઓ હાથ ધરેલ છે. જેમાં જળસંચયના કામો માટે સુજલામ સુફલામ જળ અભિયાન, આદિજાતિ વિસ્તારોમાં વનબંધુ કલ્યાણ યોજના અને મોટી ઉદવહન સિંચાઇ યોજનાઓ, નર્મદાના વધારાના પૂરના પાણીથી ઉત્તર ગુજરાત વિસ્તાર માટે સુજલામ સુફલામ યોજના અને સૌરાષ્ટ્ર વિસ્તારના જળાશયો ભરવા માટેની સૌની યોજના તેમ જ સિંચાઇ યોજનાના હયાત કેનાલ માળખાના આધુનિકરણ અને સુધારણા માટે વિવિધ યોજનાઓ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્ષાર પ્રવેશતો અટકાવવા માટેના તથા દરિયાઇ ધોવાણ ઘટાડવા માટેના કુલ રૂા.૨૦,૯૦૦ કરોડના કામો હાથ ધરેલ છે.

રાજ્યમાં જુદા જુદા વિસ્તારમાં સિંચાઇના પાણીની સમસ્યા હળવી કરવા માટે જુદા જુદા તળાવો જોડવા તથા પાઈપલાઈન નાખવાની કામગીરી રૂ.૧૧૬૧ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે. છેલ્લા ૦૫ વર્ષમાં પીવાના પાણીની યોજના માટે પાણી પુરવઠા વિભાગ હસ્તક રૂ.૨૧૭૬૧ કરોડના કામોની મંજુરી આપવામાં આવી છે. તેમજ અંદાજે ૩૧૨૭ બોર, ૪૧૫૭૫ હેન્ડપંપ અને ૨૯૬૭૭ મીની પાઈપલાઈન યોજના કરવામાં આવેલી છે. પીવાના પાણીનો અનાધિકૃત ઉપયોગ અટકાવવા માટે “ધ ગુજરાત ડોમેસ્ટિક વોટર સપ્લાય(પ્રોટેક્શન) એક્ટ-૨૦૧૯” કાયદો લાવવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કુલ ૭.૬૪ લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ ૭.૮૫ જેટલા આવાસો મંજુર કરવામાં આવેલ છે. આ આવાસો માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ રૂ.૧૯૮૪.૧૯ કરોડ તથા રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.૧૫૬૩.૭૯ કરોડની માતબર રકમની સહાય આપવામાં આવેલ છે. જેનો ૪.૭૧ લાખ લાભાર્થીઓએ લાભ લીધેલ છે. રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ૦૫ વર્ષમાં કુલ ૩૯ ફ્લાયઓવર માટે રૂ.૧૯૧૩ કરોડ મંજુર કરવામાં આવેલ છે.

રોજગાર અને તાલીમ માટે છેલ્લા ૦૫ વર્ષમાં રાજ્યની ૭૪ આઈ.ટી.આઈ. માટે રૂ.૬૨૭ કરોડના ખર્ચે નવા મકાનો બાંધવામાં આવેલ છે. જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડવા માટે દૈનિક ૮૩૦૦ બસ દ્વારા ૪૪,૨૬૮ ટ્રીપથી દૈનિક ૨૫ લાખ મુસાફરોને પરિવહનની સુવિધા આપવામાં આવે છે. લોકોને એરપોર્ટ જવા બસ સ્ટેશન મળી રહે તે માટે પ્રથમ તબ્બકામાં રૂ.૪૮૮ કરોડના ખર્ચે ૦૬ બસ સ્ટેશનોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. અને હાલ બીજા તબક્કામાં રૂ.૬૭૭ કરોડના ખર્ચે ૦૯ બસ સ્ટેશનોની કામગીરી હાલ ચાલુ છે.

રાજ્યના પંચાયત વિભાગ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતોની કચેરીના નવા મકાનો બનાવવા માટે રૂ.૬૭૩ કરોડનું અનુદાન મંજુર કરવામાં આવેલ છે. જેમાંથી જીલ્લા પંચાયતના ૧૩ મકાનો તથા તાલુકા પંચાયતના ૧૨૯ મકાનો નવા બનાવવાની કામગીરી ચાલુ છે.

રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતોને લો-વોલ્ટેજ કે વીજ વિક્ષેપથી પરેશાન ન થવું પડે તે માટે છેલ્લા ૦૮ વર્ષમાં નવા ૩૩૦૦થી વધુ ખેતીવાડી ફીડરો ઊભા કરવામાં આવેલ છે. તેમજ લગભગ ૦૧ લાખથી વધુ નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવેલ છે. કિશાન સૂર્યોદય યોજના ૦૩ વર્ષમાં પૂરી કરવા માટે રૂ.૩૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

પ્રધાનમંત્રીના વરદ હસ્તે તા.૨૪/૧૦/૨૦૨૦ના રોજ આ યોજનાના પ્રારંભિક તબક્કાનું લોકાર્પણ કરેલ છે. ત્યારથી ગીર-સોમનાથ જિલ્લાના ૧૪૩ ગામ, જુનાગઢ જિલ્લાના ૨૨૦ ગામ તથા દાહોદ જિલ્લાના ૬૯૨ ગામ એમ કુલ ૧૦૫૫ ગામ આ યોજના હેઠળ દિવસ દરમિયાન પાવર ચાલુ કરી દેવામાં આવેલ છે. ત્યારબાદ માન.મુખ્યમંત્રી ના વરદ હસ્તે જાન્યુઆરી-૨૦૨૧માં આ યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કરી રાજયના ૨૭ જિલ્લાના ૧૬૮ તાલુકાના કુલ ૨૮૬૦ ગામમાં આ યોજના હેઠળ દિવસ દરમિયાન પાવર ચાલુ કરી દેવામાં આવેલ છે. તા.૦૫/૦૮/૨૦૨૧ થી યોજનાના ત્રીજા તબક્કામાં વધુ ૧૫૦૧ ગામોમાં દિવસે વીજળી આપવાનું શરૂ કરવામાં આવેલ છે. તા.૧૫/૧૨/૨૦૨૦ના રોજ માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કચ્છ જીલ્લાના વીઘાકોટ બીએસએફ પોસ્ટ પાસે વિશ્વનો સૌથી મોટો ૩૦૦૦૦ મેગાવોટનો વિન્ડ સોલાર હાઇબ્રીડ પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે જે આવનાર ૧૦ વર્ષમાં સંપૂર્ણ રીતે કાર્યાન્વિત કરવામાં આવશે. આ વિન્ડ સોલાર પાર્કના કારણે રાજયમાં અંદાજે રૂ.૧,૫૦,૦૦૦ કરોડ ઉપરાંત રોકાણ થવાને કારણે રોજગારના અનેક નવા અવસર ઊભા થશે. તેમ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીએ અંતમાં જણાવેલ.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ વર્ચ્યુઅલ લોકાર્પણ, ખાતમુહૂર્ત પ્રસંગમાં સૌનું સ્વાગત કર્તા એમ જણાવેલ કે, માન.વડાપ્રધાન દ્વારા “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” સુત્રને ધ્યાન રાખી, દેશની વિકાસ યાત્રા આગળ ધપાવાવમાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વિકાસપથ પર કુચ કરવામાં આવી રહી છે. હાલના ગુજરાતનો વિકાસ એ માત્ર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી કે સરકારની જ નહિ પરંતુ, દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી, પક્ષપ્રમુખ સહીત રાજ્યની ૬.૩૦ કરોડની જનતાની સફળતા છે. ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જીન છે. ૫ વર્ષમાં સારો નરસો સમય આવ્યો. કોરોનાનો કપરો કાળ જોયો. માન.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર ગ્રુપ દ્વારા રોજેરોજ રાજ્યને માર્ગદર્શન મળતું રહ્યું છે. ૧૯૯૦માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યો. આજે ૩૦ વર્ષથી વધુ સમય થયા અને અનુભવે એમ કહું છુ કે, રાજ્યના વિકાસની સાથોસાથ રાજકીય સ્થિરતા પણ જરૂરી છે અને ભારતીય જનતા પક્ષે એ આપી છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી સરકારે કામ કર્યું છે. ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવ્યું છે.

પ્રાસંગિક પ્રવચનમાં માન.મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવેલ કે, રાજ્ય સરકારે ૦૫ વર્ષના સેવાયજ્ઞમાં લોકોની સમસ્યા ઉકેલવામાં તેમજ રાજ્યના વિકાસને વેગ આપવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકારનો મુખ્ય એજન્ડા વિકાસ છે. તે પથ પર રાજકોટ શહેરનો પણ વિકાસ પૂરપાટ ચાલી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૫૦૦૦થી વધુ આવસો સોપી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરેલ છે. આજે ૧૨૭૬ આવાસો લાભાર્થીદીઠ ફક્ત ૫.૫ લાખમાં લાભાર્થીઓને મળવાના છે.

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામો જેવા કે, વોર્ડ નં.૦૩માં સંતોષીનગર મેઈન રોડ પર જી.એસ.બી.તથા ડામર કરવાનું કામ, વોર્ડ નં.૦૪માં ડ્રેનેજ કામ તથા ડી.આઈ.પાઈપલાઈન કામ, વોર્ડ નં.૦૮માં જુદા જુદા વિસ્તારમાં પેવિંગ બ્લોકનું કામ, વોર્ડ નં.૧૦માં જુના યુનિવર્સીટી રોડ પ્રેમ મંદિરથી યુનિવર્સીટી ગેઈટ તેમજ વૃંદાવન સોસાયટી મેઈન રોડથી મોકાજી સર્કલ સુધી રસ્તાના સાઈડ સોલ્ડરમાં યુટીલીટી ડક્ટ લગાડવાનું કામ, વોર્ડ નં.૧૧માં બેકબોન પાર્ક મેઈન રોડ અને આંતરિક રસ્તાઓમાં તેમજ કસ્તુરી કાસા હાઈરાઈઝ પાસેના ટી.પી. રોડ પર રસ્તાની સાઈડમાં પેવિંગ બ્લોક લગાડવાનું કામ સહિતના રૂ.૧૩.૨૧ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવેલ.

આ ઉપરાંત વોર્ડ નં.૦૪માં જુદા જુદા ટી.પી.રોડ, રાજકોટ ગ્રીટ મર્ચન્ટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, પંચવટી સોસાયટીમાં મેટલીંગ કરવાનું, વોર્ડ નં.૦૭માં લક્ષ્મીનગર નાલાથી ટાગોર રોડને જોડતા એપ્રોચ રોડને પહોળો કરવાનું કામ, વોર્ડ નં.૧૧માં સ્પીડવેલ ચોકથી નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ સુધીના ૨૪મી. ટીપી. રોડને ડેવલોપ કરવાનું કામ, ટી.પી.૨૭-૨૮ના ૧૮મી. ટીપી. રોડને ડેવલોપ કરવાનું કામ તથા વોર્ડ નં.૧૮ના સોલવન્ટ વિસ્તારના જુદા જુદા રોડ પર મેટલીંગ કરવાના રૂ.૧૦.૩૭ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ. આમ, કુલ રૂ.૨૩.૫૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થયું. તેમજ વોર્ડ નં.૦૪માં મોરબી રોડ પર ટીપી સ્કીમ નં.૧૩ના વિસ્તારમાં મહિલા ગાર્ડન તથા થીમ પાર્ક ગાર્ડન વિકસિત કરી ૦૩ વર્ષ નિભાવની કરવાનું રૂ.૬૩ લાખથી વધુ ખર્ચના કામનું ખાતમુહુર્ત કરવામાં આવેલ છે.

આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલ EWS-2ના ૧૨૭૬ આવાસોના ફાળવણી ડ્રો ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા દ્વારા પુષ્પગુચ્છ આપી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીનું સ્વાગત કરવામાં આવેલ હતું. તેમજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ.

આ પ્રંસગે શાબ્દિક સ્વાગત પ્રવચન વોટર વર્કસ કમિટી ચેરમેન દેવાંગભાઈ માંકડએ કરેલ હતું. તેમજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કાર્યક્રમની રૂપરેખા આપેલ હતી. જયારે ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા તથા બાગબગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ તથા પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલે આભારવિધિ કરી હતી.

 

 

You Might Also Like

રાજકોટ મનપાએ 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 79 હજારનો દંડ વસૂલ્યો

વાહન સ્ક્રેપિંગમાં પારદર્શિતા: રાજકોટ મનપા હસ્તકના વાહનોનું ઈ ઓક્શન દ્વારા વેચાણ

100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમો માટે CPCB પોર્ટલ નોંધણી ફરજિયાત

બહારનું ખાનારા ચેતી જજો!: રાજકોટમાંથી 1094 કિલો વાસી જથ્થાનો નાશ, 1.24 લાખનો દંડ

રૂડાની બેઠક યોજાઈઃ કરોડોના રોડ રસ્તા અને નવી ટી.પી. સ્કીમોને અપાઈ મંજૂરી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત રાત્રી રાઉન્ડ દરમ્યાન કુલ – ૨૫ રેંકડીમાં ચેકીંગ
Next Article આવતીકાલે તા.૦૮-૦૮-૨૦૨૧ના રોજ ૩૧ સેશન સાઈટ પર કોવીશીલ્ડ રસી આપવામાં આવશે અને ૦૨ સેસન સાઈટ પર કોવેક્સીન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNગુજરાત

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા
ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાએ 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 79 હજારનો દંડ વસૂલ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

વાહન સ્ક્રેપિંગમાં પારદર્શિતા: રાજકોટ મનપા હસ્તકના વાહનોનું ઈ ઓક્શન દ્વારા વેચાણ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમો માટે CPCB પોર્ટલ નોંધણી ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?