લાખોના દંડ ઉઘરાવતા તંત્ર પાસે ટ્રાફિક સિગ્નલ રીપેર કરાવવાનો સમય નથી !
સામ-સામે આવેલા ટ્રાફિક સિગ્નલની એક લાઇટ અંદાજે છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે અને બીજી તરફ શહેરના મોટાભાગના ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં છે ત્યારે બંધ સિગ્નલો ચાલુ કરાવીને ચાલકોને થતી હાલાકી દૂર કરવામાં આવે તે જરૂરી છે. પ્રજાજનોને ટ્રાફિક સલામતીની સમજણ આપવામાં આવી રહી છે. પરંતુ ખુદ તંત્ર જ ટ્રાફિક સલામતી બાબતે બેદરકાર હોવાનું શહેરના ટ્રાફિક સિગ્નલો પરથી સાબિત થાય છે. રાજકોટના ઢેબર રોડ પર આવેલા કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસેનું ટ્રાફિક સિગ્નલ અંદાજે છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે. જયારે જે સિગ્નલ ચાલુ છે તેમાં ડાબી અને જમણી બાજુ સાઈન બતાવે છે પરંતુ સીધું જવા માટેનું સાઈન બંધ હોવાથી ચાલકો પરેશાન છે. ત્યારે કરોડોના દંડ ઉઘરાવતું તંત્ર સમય કાઢી ટ્રાફિક સિગ્નલ રીપેર કરાવે જેથી ચાલકોને મુશ્કેલી ન પડે.



