ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાંક વર્ષોથી દેવાની રકમમાં સતત વધારો થતો રહ્યો છે, ખર્ચાઓને પહોંચી વળવા માટે અગાઉ દેવું ઓછી રકમનું કરવામાં આવતુ હતું તેના બદલે હવે જંગી રકમનું દેવુ લેવામાં આવતું હોય છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
- Advertisement -
ગુજરાત સરકારની દેવુ કરીને ઘી પીવાની નીતિના કારણે રાજય પરનું કુલ દેવુ વિક્રમી રીતે વધીને રૂા.4,67,464 કરોડ ઉપર પહોંચ્યુ છે. તેની ઉપર કરોડો રૂપિયાનું વ્યાજ પણ દર વર્ષે ચુકવાઈ રહ્યું છે.તેના કારણે બિન વિકાસશીલ ખર્ચામાં મોટાપાયે વધારો થઈ રહ્યો છે.દેશના દેવાદાર રાજયોમાં ગુજરાતનો 8મો નંબર છે. દેશના સમૃદ્ધ રાજયોમાં મોખરે ગણાતા ગુજરાતની સરકાર દેવુ-જવાબદારી કરવામાં પણ પાછળ નથી. લોકસભામાં દેશના વિવિધ રાજયો પરના દેવાની રકમનાં સવાલના જવાબમાં 16 ડીસેમ્બરે કેન્દ્રનાં નાણા મંત્રાલય દ્વારા આ માહીતી આપવામાં આવી છે.4.67 લાખ કરોડ દેવાની રકમનો આંકડો માર્ચ 2024 સુધીનો છે.તે પછી અત્યાર સુધી આ આંકડો પાંચ લાખ કરોડને વટાવી ગયાનો અંદાજ છે. ગુજરાતની સરખામણીમાં મધ્યપ્રદેશ, કેરળ, હરીયાણા, પંજાબ, તેલંગાણા અને બિહાર સહીત અનેક રાજયો એવા છે જેનું દેવુ ગુજરાત કરતા રકમની દ્રષ્ટિએ ઓછુ છે.
જીએસડીપીનાં સાપેક્ષમાં 18.2 ટકા જેટલુ દેવુ હાલ ગુજરાત પર છે. જે ઓડીશાનું 13.9 ટકા અને મહારાષ્ટ્રનું 18.6 ટકા છે. જોકે ગુજરાત સરકાર દ્વારા દેવુ કરવાનાં નિયમોની મર્યાદામાં જ ઋણ લેવાતું હોવાનો દાવો કરાતો હોય છે.
ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાંક વર્ષોથી દેવાની રકમમાં સતત વધારો થતો રહ્યો છે.ખર્ચાઓને પહોંચી વળવા માટે અગાઉ દેવુ ઓછી રકમનું કરવામાં આવતુ હતું તેના બદલે હવે જંગી રકમનું દેવુ લેવામાં આવતુ હોય છે. તેના કારણે દર વર્ષે હજારો કરોડ રૂપિયાની રકમ પણ વ્યાજ ભરવામાં ખર્ચાતી હોય છે. જેની સીધી અસર ટેકસ પર પડી છે.
- Advertisement -
દેવાદાર રાજયોમાં આઠમા સ્થાને : નિયમોની મર્યાદામાં જ ઋણ છતાં સતત વધતો આંકડો