રાજ્યનો કોઈ પણ નાગરીક ભોજન વગર ન રહે અને દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે -ચેરમેન ડો.ધનસુખભાઇ ભંડેરીની
દેવભૂમિ દ્વારકાઃ- ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા સ્થિત નગરપાલિકા ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ રાજય સરકારના પાંચ વર્ષ પુર્ણ થવાના અવસરે વિવિધ પ્રજાલક્ષી કલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમના ભાગરૂપે “સૌને અન્ન, સૌને પોષણ, ધન્યવાદ મોદીજી”ની થીમ સાથે જિલ્લાકક્ષાનો “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત NFSA લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણનો સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -
આ પ્રસંગે ચેરમેન એ ગુજરાત રાજ્યનો કોઈ પણ નાગરીક ભોજન વગર ન રહે અને દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે તેમ જણાવાયું હતું. રાજ્ય સરકાર વિવિધ લોકકલ્યાણકારી યોજનાનું અમલીકરણ કરી ગતિશીલ ગુજરાતને પ્રગતિશીલ બનાવવાની દીશામાં કાર્યશીલ છે.
વધુમાં તેમણે રાજ્ય સરકારે આ કાર્યક્રમ થકી નવ દિવસની ગુજરાતની પ્રજાની આરાધના કરી છે તેમ જણાવી રાજ્ય સરકાર દરેક નાગરીકની સુવિધા અને જનસુખાકારી જળવાઈ રહે તે દિશામાં કાર્ય કરી રહી છે તેમ જણાવ્યું હતું. ગત વર્ષ લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાન રાજ્યમા કોઈ પણ વ્યક્તિ ભૂખ્યા ન રહે અને સૌને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સરળતાથી સમયસર ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે અભૂતપૂર્વ કામગીરી કરી જરૂરીયાતમંદ લોકો સુધી અન્ન પહોંચાડવાનું ઉમદા કાર્ય કર્યુ છે તેમ ઉમેર્યુ હતું.

- Advertisement -
ચેરમેન એ આ તકે “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ વાજબી ભાવની દુકાનો ખાતે રાશનની થેલીમાં અનાજ વિતરણ કાર્યક્રમ અને નગરપાલિકા વિસ્તારમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરી જરૂરીયાતમંદ લોકોને અનાજ વિતરણ કરવામાં આવ્યુ છે. રોજગાર કે અન્ય કારણોસર ગુજરાતમાં વસવાટ કરતા NFSA રેશનકાર્ડ ધરાવતા તમામ પરપ્રાંતીય નાગરિકો“વન નેશન, વન રાશન” યોજના અન્વયે સમગ્ર રાજ્યમાં કોઈ પણ વાજબી ભાવની દુકાનેથી રાશન મેળવી શકે છે તેમ પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં ચેરમેન અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના લાભાર્થીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, નિવાસી અધિક કલેક્ટર કે.એમ.જાની, જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત મંગુડા, જિલ્લા ભાજપ મહામંત્રી મયુરભાઈ ગઢવી અને શૈલેષભાઈ કણઝારીયા, નગરપાલિકા ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, ફાલ્ગુનીબેન સહિત જિલ્લાના પદાધિકારી ઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ તથા લાભાર્થીઓ કોવિડ – ૧૯ની ગાઈડલાઈનનું પાલન થાય તેમ ઉપસ્થિત રહ્યાં હતા.



