જિલ્લા LCB ટીમે શખ્સને ઝડપી 3.57 લાખનો દારૂ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા એલ.સી.બી સ્ટાફના પીઆઇ જે.જે.જાડેજા, પી.એસ.આઇ એન.એ.રાયમા, દશરથભાઈ રબારી, અજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પાણશીણા નજીક પેટ્રોલીંગમાં હોય તેવા સમયે નેશનલ હાઇવે પર કારમાં વિદેશી દારૂની હેરફેર થતી હોવાની બાતમીના આધારે એલ.સી.બી ટીમ દ્વારા હાઇવે પર વોચ રાખી ઊભા હોય તેવા સમયે એક મહિન્દ્રા એક્સ યુ વી કાર શંકાસ્પદ જણાતા કારને રોકી તેમાં તપાસ કરતા અંદર ચોરખાનામાંથી વિદેશી દારૂની નાની મોટી 910 નંગ બોટલ કિંમત 3,57,850/- રૂપિયાની મળી આવી હતી જ્યારે કાર ચાલક ભૌતિક ગોપાલભાઈ ગજેરા રહે: લોધીકા વાળાને ઝડપી લઈ તેની પાસેથી એક મોબાઇલ કિંમત 30,000/- રૂપિયા તથા 4,00,000/- રૂપિયાની એમ કુલ મળી કિંમત 7,87,850/- રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ શખ્સની પ્રાથમિક પૂછપરછમાં એમ.પીના ઇન્દોરમાં રહેતો તનુંસિંગ દ્વારા દારૂનો જથ્થો મોકલાવેલ હોવાનું ખુલતા બંને વિરૂદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



