કાપડના ગાંસડીની આડમાં છુપાવેલો રૂ.46.98 લાખનો વિદેશી દારૂ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા એલ.સી.બી ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પી.એસ.આઇ એન.એ.રાયમા સહિતનો સ્ટાફ સાયલા હાઇવે પર પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ફૂલગ્રામ ગામના પાટિયા સામે એક ટ્રકમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે બાતમી વાળા સ્થળે જઈ તપાસતા એક ટ્રક આર જે 17 જી એ 6070 નંબર વાળો જોવા મળ્યો હતો જેથી સ્ટાફ દ્વારા આ ટ્રકમાં તપાસ કરતા અંદરથી કાપડના ગાસળી ની આડમાં છુપાયેલ જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ નંગ 6922 કિંમત 46,98,838/- રૂપિયાની મળી આવી હતી જેથી એલ.સી.બી સ્ટાફ દ્વારા ટ્રક ચાલક ક્રિષ્નારામ પાબુરામ ખોથ રહે: રાજસ્થાન વાળાને ઝડપી લઈ પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના જયપાલસિંહ ચૌધરી દ્વારા ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે જ ટ્રક ચાલક પાસેથી એક મોબાઇલ કિંમત 30 હજાર તથા રોકડ 3000/- રૂપિયા જ્યારે ટ્રકની કિંમત 10 લાખ તથા કાપડની ગાસળી 107 નંગ કિંમત 38948/- રૂપિયા સહિત કુલ 57,70,786/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લઇ એક ટ્રક ચાલક તથા દારૂ ભરી આપનાર શખ્સ સહિત તપાસમાં ખૂલે તે તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



