ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સેન્ટ પોલ સ્કૂલના 25 વર્ષ પૂરા થતા હોય સ્કૂલ દ્વારા સિલ્વર જ્યુબેલી ફૂટબોલ કપનું આયોજન કરવામાં આવેલ. આ ટુર્નામેન્ટમાં રાજકોટની નામાંકિત સ્કૂલોને આમંત્રણ આપવામાં આવેલ. ફાઇનલ મેચમાં સેન્ટ મેરી સ્કૂલ રાજકોટનો સેન્ટ પોલ સ્કૂલ સામે 2-1 ગોલથી વિજય થયેલ આ મેચમાં બંને ગોલ સેન્ટ મેરી સ્કૂલના ઓમ બગડાઇ દ્વારા કરવામાં આવેલ. ટુર્નામેન્ટના બેસ્ટ પ્લેયર સેન્ટ મેરી સ્કૂલના સુજલ પુજારા થયેલ
- Advertisement -
રાજકોટની પોદાર સ્કૂલમાં યોજાયેલ ફૂટબોલ ટુર્નામેન્ટમાં છેલ્લા રાઉન્ડમાં ગોલકીપર રહેલ ઓમ બગડાઈ દ્વારા સતત બે ગોલ મારતા હાર ને જીતમાં પરિવર્તિત કરી હતી જેમાં સુજલ પુજારા એ પણ બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું ફૂટબોલ ટુર્નામેન્ટમાં હંમેશા ટીમ સ્પ્રીટ મહત્વની ભૂમિકામાં હોય છે સાથોસાથ ટીમના કોચ અજય સરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા બેસ્ટ પર્ફોર્મન્સ આપવામાં આવ્યું હતું આખી ટીમની બે દિવસની મહેનત આખરે રંગ લાવી હતી કોઈપણ મેચ હંમેશા ટીમસ્પીટ થી જીતવામાં આવે છે જેમાં સમગ્ર ટીમનો મહત્વનો ફાળો રહેલો હોય છે ટીમના સમગ્ર ખેલાડીઓ બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું જેમાં ક્થાન, દક્ષ દહેકવાલ, સુજલ પુજારા, કપીસ, દેવમ, હેમીસ, જય માધાની, શિવમ, આ સમગ્ર ફૂટબોલર ખેલાડીઓ ઉભરતા તારલાઓ છે .