SOG PSI દ્વારા લીમડી ખાતેથી બાળકોને શોધી પરિવારને સોંપ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સાયલા તાલુકાના છડીયાળી ગામે ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના એક દીકરી સહિત ત્રણ બાળકો અચાનક બુધવારે બપોરે વાડી વિસ્તારમાંથી ગુમ થયેલ હોય જે બાદ બાળકોના માતાપિતા દ્વારા બાળકોની શોધખોળ આદરી હતી પરંતુ બાળકોની ક્યાંય ભાળ નહિ મળતા અંતે સાયલા પોલીસનો સંપર્ક કર્યો હતો જ્યારે બાળકો ગૂમ થવાનો મામલો સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ બી.એચ.શીંગરખીયાને થતાં જ તેઓ દ્વારા ટીમને સૂચના આપી કામે લગાડી હતી જેમાં પી.એસ.આઇ એન.એ.રાયમાને હકીકત જણાવેલ ત્રણ બાળકો લીમડી વિસ્તારમાં હોવાની હકીકત મળતા તુરંત સ્થળે જઈ ત્રણેય બાળકોનો કબ્જો લઈ પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું આ તરફ ત્રણેય બાળકોને પોતાના માતાપિતા સાથે મિલન થતાં જ સ્થાનિક પોલીસે પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો.