ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
પાટડી દસાડાના માલવણ-અમદાવાદ હાઇવે કચોલીયા બોર્ડ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું હતું. જેમાં અજાણ્યા માણસને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી એમને હોસ્પિટલ લઇ જવાયા હતા. પરંતુ તેમને સારવાર મળે એ પહેલા જ એમનું મોત નિપજ્યું હતું. દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક હેઠળ આવતા માલવણ-અમદાવાદ હાઈવે કચોલીયા ગામના બોર્ડ પાસે અકસ્માતમાં એક અજાણ્યા વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. મૃત્યુ પામનારને પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અજાણ્યા માણસને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા એમને હોસ્પિટલ લઇ જતા સારવાર મળે એ પહેલા જ એમનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અકસ્માતની ઘટનાની જાણ થતા બજાણા પોલીસ દ્વારા તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તથા અકસ્માત અંગેની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લાં ઘણા સમયથી હાઈવે તેમજ તાલુકાના રસ્તાઓ ઉપર નાના-મોટા અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઘણા કિસ્સાઓમાં તો ઘટનાસ્થળે જ મોત નિપજવાના કિસ્સાઓ પણ જોવા મળે છે.