રાજકોટના જૂન માર્કેટિંગ યાર્ડમાં મોડી રાત્રે બનેલો બનાવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગત મોડી રાત્રે રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં સ્ટેયરીંગ પરથી ચાલકે કાબુ ગુંવતા બેકાબુ બનેલા છોટા હાથીએ ટામેટા ભરેલા 200 જેટલા કેરટને ઠોકરે ચડાવતા 500 કિલોથી વધુ ટામેટાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાય2લ થયા હતા.
- Advertisement -
રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં ગત મોડી રાત્રે જી જે 11 વી વી 4447 નંબરનું છોટા હાથી વાહન બકાલા વિભાગમાં પ્રવેશ્યું હતું કોઈ કારણોસર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી બેકાબુ બનેલ છોટા હાથીએ પહેલા ટામેટા ભરેલા 50 જેટલા કેરેટને ઠોકરે લીધા હતા તે પછી આગળ જઈને અન્ય 150 જેટલા કેરેટને ઠોકર મારતા 500 કિલોથી વધુ ટામેટાનો સોથ બોલી ગયો હતો 200 જેટલા કેરેટને ઠોકરે લીધા બાદ અંતે છોટા હાથી અટકાઈ ગયું હતું મોંઘાદાટ ટામેટાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.



