14 નવેમ્બરનો દિવસ વિશ્ર્વ ડાયાબિટીસ દીવસ તરીકે ઉજવાય છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
14 નવેમ્બરના દિવસે જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલતા ધનવંતરી આરોગ્ય રથ, શ્રમયોગી આરોગ્ય સંજીવની, મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા દર્દીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું અને ડાયાબિટીસ વિશે સમજાવવામાં આવ્યું.
- Advertisement -
ગુજરાત સરકાર જનહિત માટે અને લોકોના આરોગ્ય અને તેમની સુખાકારીમાં વધારો થાય તેવા માટે સતત પગલાં લેતી હોય છે.આવાં જ નેક હેતુથી ગુજરાત સરકાર અને EMRI GREEN HEALTH SERVICESદ્વારા મેડિકલ ટીમ સાથેના આરોગ્ય રથ ચલાવવામાં આવે છે જે સ્થળ પર જઈને જ લોકોને ફ્રી ઓપીડીની સેવા પૂરી પાડે છે. ધનવંતરી આરોગ્ય રથ- બાંધકામ સાઇટસ્ અને શ્રમિક વસાહતો માં, મોબાઈલ મેડિકલ અને હેલ્થ યુનિટ અંતરિયાળ ગામો તથા નેસ વિસ્તારમાં, શ્રમયોગી આરોગ્ય સંજીવની જીઆઇડીસીવિસ્તાર અને કંપનીમાં કાર્ય કરતાં શ્રમિકોને મફત હેલ્થ ચેકઅપ કરી આપી દવાઓ પૂરી પાડે છે.જેના માટે ક્યારેય પણ કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.જિલ્લાની આ મેડિકલ ટીમ દ્વારા આજ રોજ દર્દીઓના હેલ્થ ચેકઅપ દરમિયાન ડાયાબિટીસ વિશે સમજણ કેળવાય તે માટે તેના પ્રારંભિક લક્ષણો, સાવચેતી અને જરૂરી પગલાં અને ખોરાકની સમજણ તેમજ ડાયાબીટીસ ના દર્દીઓને કઈ પ્રકારની સાવચેતી અને રોજિંદું જીવન રાખવું જોઈએ તે માટે સમજાવવામાં આવ્યું અને દર્દીઓને રેગ્યુલર સુગર ચેક કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો તેમ પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર જયેન્દ્ર સોલંકીની એક યાદીમાં જણાવાયું છે.