આવારા તત્ત્વોએ તોડફોડ કરી જાહેર સંપત્તિનું કર્યું નુકશાન
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.13
પોરબંદર શહેરની આકર્ષક અને પ્રસિદ્ધ ચોપાટી ખાતે ફરી એકવાર આવારા તત્ત્વોના ત્રાસનો માહોલ જોવા મળ્યો છે. તાજેતરમાં જ ચોપાટી પર નગરપાલિકાએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા અને સ્વચ્છતા માટે કચરાપેટીઓ મૂકી હતી, તેમાંથી અનેક સિમેન્ટની કચરાપેટીઓમાં તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ચોપાટી પર હાલ વેકેશનમાં મુલાકાતીઓની ભીડ વધવા સાથે લોકો માટે આરામદાયક બેઠક, લોન અને ઝૂંપડી જેવા સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરંતુ અમુક અસામાજિક તત્વો દ્વારા આ જાહેર સંપત્તિમાં નુકશાની કરવાના ચોક્કસ ઇરાદે તોડફોડ કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં પણ ચોપાટી પર વિવિધ સુવિધાઓ સાથે થયેલી તોડફોડની ઘટનાઓ સામે આવી છે, જેમાં શૌચાલયના નળ અને પરબના ભાગો તોડવામાં આવ્યા હતા.