ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કાયદા કાનુનની ઢચીયા ઉડાડો ફીલ્મી સ્ટાઈલે ગુનો આચરનારને જામીન સ્વરૂપી પીમીયમ આપી શકાય નહી-સુરેશ ફળદુ રજપુતપરામાં પાર્કવ્યુ હોટલ ધરાવતા કાળુભાઈ પાનસુરીયા, પફુલગીરી ગૌસ્વામી પાસે રૂા.35,00,000/- માગતા હોય તે ન ચુકવવા અને સામા રૂા.71,00,000/- ગેરકાયદેસર કઢાવવા દિનેશ મુછડી, રમેશ બોરીચાને આપેલ હવાલાના ભાગરૂપે છરી, લોખંડના પાઈપ, પોકા ધારણ કરી પાર્કવ્યુ હોટલે થી સ્વામીનારાયણ મંદીરે જવા નીકળતી વખતે કાળુભાઈ ભેસેલ કાર ઉપર પોકા પાઈપ વડે હુમલો કરી છરી થી ઈજા પહોંચાડતા જીવ બચાવવા દુકાનમા જતા ત્યા અંદર ઘુસી પાઈપ પોકા વડે મરણોતર ઢોર માર મારી ખુનની કોશીપ કરી ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરી થી નાણા કરાવવાની કોશીષ કરનાર ધરપકડ પામેલ દિનેશ મુછડી તથા રમેશ બોરીચાએ કરેલ રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ રાજકોટ ના મહે. એડી. ચીફ જયુડી મેજી. સાહેબે ફરમાવેલ છે.
- Advertisement -
કેસની હકીકતો જોઈએ તો ફરિયાદી કાળુભાઈ વિરજીભાઈ પાનસુરીયા પોતાની પાર્કવ્યુ હોટલ ખાતે થી કાર લઈ ભુપેન્દ્ર રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ મંદીરે જવા નીકળતા હતા તે વખતે દિનેશ મુછડી અને રમેશ બોરીચાએ પફુલ ગૌસ્વામી પાસે થી લીધેલ હવાલાના આધારે પૈસાની લેતી દેતી બાબત ફરીયાદીની કાર પાસે આવી કારના કાચ લોખંડના પાઈપ થી પા મારી કારને નુકસાન કરી છરી નો ઘા ફરીયાદીના ડાબા હાથની આંગળીના ભાગે મારી લોખંડના પાઈપ વડે ફરીયાદીને શરીરના જુદા જુદા ભાગે થા કરી ફરીયાદીને ફેક્ચર સહીતની ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી પતીબંધીત હથીયારો ધારણ કરી આચરેલ ગુના અન્વયેની ફરીયાદ એ-ડીવીજન પોલીસ સ્ટેશનમાં આપવામા આવેલ જે અન્વયે બે આરોપીઓની ધરપકડ કરવામા આવેલ.ધરપકડ પામેલ દિનેશ ઉર્ફે મુછડી રતીભાઈ ચાવડા તથા રમેશ જીવાભાઈ સબાળ નાઓએ જામીનપર મુક્ત થવા કરેલ જામીન અરજી અન્વયે મુળ ફરીયાદપલે અને સરકારપક્ષે એવી રજુઆત કરવામા આવેલ કે ફરીયાદી પ્રફુલ ગોસ્વામી પાસે રૂા.35,00,000/- માગતા હોય તે જતા કરતા ન હોય તેથી પફુલ ગોસ્વામીએ આ બંને આરોપીઓને હવાલો આપી સામા રૂા.71,00,000/- ભળજબરી થી મૃત્યુ અને મહાવ્યથાના ભયના ઓથા હેઠળ મુકી જીવલેણ ગંભીર હુમલો કરી ખુનની કોશીષ કરેલ હોવાનુ સી.સી.ટી.વી. ફુટેજ પરથી સ્પષ્ટ થતુ હોય તેમ છતા બી.એન.એસ. કલમ – 308 (5), 109 તથા 61 (ઈ.પી.કો. કલમ- 389, 307, 120(બી) ) હેઠળ ગુનો દાખલ કરવામા આવેલ નથી કે કલમ નો ઉમેરો કરવામા આવેલ નથી અગાઉ આ જ આરોપીઓએ આ જ પ્રકારે આપેલ ધમકી અન્વયે તા.10/09/2024 ના પોલીસ કમીશ્નરને ફરીયાદ આપવા છતા આરોપીઓને પોલીસ પ્વારા ગુનો કરવા માટેનુ લાયસન્સ આપેલ હોય તે રીતે તા.17/10/2024 ના નજરે જોનાર લોકોના શ્વાસ થંભી જાય તે રીતે ફીલ્મી સ્ટાઈલે જીવલેજ ખુની હુમલો કરેલનુ અને પોલીસ આરોપીઓ સહેલાય થી જામીન ઉપર મુક્ત થાય એ પ્રકારે કાર્યવાહી કરી રહેલ હોવાનુ પોલીસ પેપર્સ ઉપર થી તથા સી.સી.ટી.વી. ફુટેજ ઉપર થી સ્પષ્ટ થતુ હોય આરોપીઓએ ઈરાદા અને જ્ઞાન સાથે ગુનો કરેલ હોય ગુનાનુ સ્વરૂપ, પ્રથમ દર્શનીય ટેકો આપતા પુરાવાનુ સ્વરૂપ, ગુનાની ગંભીરતા, ફરીયાદ પક્ષના નુકસાન પહોંચાડવાની દહેશત અને આરોપીઓનો ગુનાહીત ભુતકાળ લક્ષે લઈ જામીન અરજી નામંજુર કરવા રજુઆતો કરવામાં આવેલ.તમામ પક્ષેની રજુઆતો, રેકર્ડપરનો દસ્તાવેજી પુરાવો તથા પોલીસ પેપર્સ લક્ષે લેતા તેમજ નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમકોર્ટના જામીન અન્વયે પ્રતીપાદીત કરેલ ચુકાદાઓની હકીકતો લક્ષે લેતા જામીન આપવા અને આપવાનો ઈન્કાર કરવા વખતે કોઈ સખત અને ઝડપી નીયમ નથી દરેક કેસમા તથ્યો પર વિચાર કરવો જોઈએ અને દરેક કેસના સંજોગો અને તેની પોતાની યોગ્યતા પર જયારે સંજોગોમા જામીન નામંજુર કરવાની જરૂરત હોય ત્યારે જામીન નકારવા પડે છે હાલના આરોપીઓનો પુર્વગુનાહીત ઈતીહાસ છે રીઢા ગુનેગારો છે તેમજ પીડીત ફરીયાદીને થયેલ ઈજાઓ ખુબ જ ગંભીર છે ફોજદારી અદાલતે જામીનનો નીર્ણય કરતી વખતે હંમેશા એક તરફ વ્યક્તિગત હીત અને બીજી બાજુ સમાજના હીત વચ્ચે સંતુલન જાળવવાનુ હોય છે અને હાલના કેસમા સામાજીક હીત બીજી તરફ પ્રબળ રહે તે જરૂરી છે આ અદાલતને આપવામા આવેલ વિવેકાધીન સતાનો ઉપયોગ આરોપીઓની તરફેણમા કરવાનુ યોગ્ય જણાતુ ન હોય તેમ માની બંને આરોપીઓના જામીન નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલ.ઉપરોકત કામમાં મુળ ફરીયાદી કાળુભાઈ પાનસુરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ તથા સરકાર તરફે એ.જી.ઝાલા રોકાયેલ હતા.