By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    2 hours ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    1 day ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    1 day ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    2 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    2 hours ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    2 hours ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    2 hours ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    2 hours ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 hour ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    1 hour ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    1 day ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    1 day ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    6 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    1 hour ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    1 day ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    2 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    3 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ
રાજકોટ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

Khaskhabar Editor
Last updated: 2026/07/10 at 3:12 PM
Khaskhabar Editor 1 hour ago
Share
4 Min Read
SHARE

રાજકોટમાં ભેળસેળખોરો સામે મનપાની આરોગ્ય ટીમના દરોડા

66 પેઢી-રેસ્ટોરન્ટ પર દરોડા, 218 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો : 17 ખાદ્ય નમૂના લેવાયા, 26 વેપારીને નોટિસ, રૂ.42 હજારનો વહીવટી ચાર્જ વસૂલાયો

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, ગંદકી અને અનહાઈજેનિક સ્થિતિ સામે વ્યાપક સર્વેલન્સ ડ્રાઈવ હાથ ધરી હતી. આ અભિયાન દરમિયાન શહેરની કુલ 66 પેઢી, રેસ્ટોરન્ટ અને ખાદ્ય વ્યવસાયિક એકમોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 218 કિલોગ્રામ જેટલો વાસી, અખાદ્ય અને માનવ આરોગ્ય માટે જોખમી ખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્ટોરેજ, ફૂડ લાઇસન્સ, સ્વચ્છતા, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ, ખુલ્લી ખાદ્ય ચીજોના વેચાણ અને અન્ય નિયમોના ભંગ બદલ કુલ 26 વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી. મનપાએ વિવિધ પેઢીઓ પાસેથી કુલ રૂ.42 હજારનો વહીવટી ચાર્જ પણ વસૂલ્યો હતો. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે 17 નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

દરોડા દરમિયાન એસ્ટ્રોન ચોક નજીક જનકલ્યાણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલી વિરમણી સ્વીટ્સ એન્ડ નમકીન સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પર અનહાઈજેનિક સ્થિતિમાં રાખવામાં આવેલ ફૂગ લાગેલો માવો, એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા અને શાકભાજી, પડતર મસાલા, પ્રતિબંધિત કલર કેમિકલ્સ, વાસી તૈયાર ખોરાક, સમોસા-કચોરીનો માવો સહિત અંદાજે 91 કિલોગ્રામ અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર જથ્થાનો નાશ કર્યા બાદ પેઢીને સીલ કરવામાં આવી હતી. સંચાલક પાસેથી રૂ.10 હજારનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો તેમજ સ્વચ્છતા અને લાઇસન્સ સંબંધિત નોટિસ પણ આપવામાં આવી હતી. અજંતા પાર્ક વિસ્તારમાં આવેલી બેસ્ટ મયુર ભજીયા ખાતે તપાસ દરમિયાન એક્સપાયરી થયેલી 200 મિલી અને એક લીટરની કુલ 350 પાણીની બોટલ, બ્રેડ તથા 6 કિલોગ્રામ સડેલા શાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો. અહીંથી મીઠી ચટણીનો નમૂનો પણ લેવામાં આવ્યો હતો અને રૂ.500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

- Advertisement -

કૃષ્ણનગર, પીડીએમ કોલેજ રોડ, સાધુ વાસવાણી રોડ, ગાયત્રીનગર, કોઠારીયા રોડ, ગોંડલ રોડ, ભક્તિનગર, કેનાલ રોડ સહિતના વિસ્તારોમાં આવેલી અનેક ફરસાણ, મીઠાઈ, ડેરી અને નાસ્તાની દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલ્લી ખાદ્ય ચીજો રાખવી, લાઇસન્સ ન હોવું અથવા રિન્યૂ ન કરાવવું, વપરાશમાં લેવાતા ખાદ્યતેલની વિગતો પ્રદર્શિત ન કરવી, પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ, FIFO સિસ્ટમનો અભાવ, ટેગિંગ વગરનું પેકિંગ, એક્સપાયરી માલ અલગ ન રાખવો અને અનહાઈજેનિક વાસણો જેવી ગંભીર ખામીઓ સામે આવી હતી. આવા કેસોમાં રૂ.500થી લઈને રૂ.5 હજાર સુધીના વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યા હતા અને નોટિસો આપવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક સ્થળોએ વાસી બટેટા, કાપેલી ડુંગળી, ચટણી, બેકરી પ્રોડક્ટ, પસ્તી, સડેલા શાકભાજી અને અન્ય અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ પણ કરવામાં આવ્યો હતો. અનેક પેઢીઓની સ્થળ તપાસ કરી વેપારીઓને ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.

દૂધની ગુણવત્તા ચકાસવા શહેરભરમાં ખાસ ડ્રાઈવ
ફૂડ વિભાગે દૂધમાં ભેળસેળ અટકાવવા માટે અલગથી મિલ્ક ચેકિંગ ડ્રાઈવ પણ હાથ ધરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી અનેક ડેરી ફાર્મમાંથી લૂઝ મિક્સ દૂધ, ગાયનું દૂધ અને ભેંસના દૂધના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. સરદારનગર, સાધુ વાસવાણી રોડ, યોગીનગર રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, ગોંડલ રોડ, મંગળા રોડ, મવડી રોડ સહિતના વિસ્તારોની ડેરીઓમાંથી સેમ્પલ એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સરદારનગર સ્થિત કૈલાશ ફરસાણ માર્ટ અને મવડી રોડની ગોપાલ ડેરી ફાર્મ ખાતે લાઇસન્સ સંબંધિત ખામીઓ બદલ રૂ.1,000-1,000નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા

જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર

રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
Next Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં જમાદારના ભાઇની ગોળી મારી હત્યા કરનાર પિતા અને બે પુત્રની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
તમને બધાને જોઈ લઈશ, કેમ નોકરી કરો છો કહી ધમકી આપતા ગુનો નોંધાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ
રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
TALK OF THE TOWNરાજકોટ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?