સુથાર સંઘ ગુજરાતના અધ્યક્ષ યોગિન છનિયારા, અલ્કેશભાઈ ખંભાયતાની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટથી રમ્ય પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કલા-કારીગરી, કૌશલ્ય અને સાહિત્યને ઉજાગર કરતાં એક માત્ર મલ્ટીમીડિયા મેગેઝીન વિશ્ર્વકર્મા વિશ્ર્વના 2024ના દીપોત્સવી વિશેષાંકનું વિમોચન ધનતેરસના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત ડેપ્યુટી કલેકટર આરઝુબેન અલ્કેશભાઈ ખંભાયતાના વરદહસ્તે તેમની કચેરીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અખિલ વિશ્ર્વકર્મા સુથાર સંઘના અધ્યક્ષ અને રાજકોટની ક્ધયા છાત્રાલયના ટ્રસ્ટી યોગીનભાઈ છનિયારા, અલ્કેશભાઈ ખંભાયતા (સી.એ. સચિવાલય ગાંધીનગર) તેમજ વિશ્ર્વકર્મા વિશ્ર્વના તંત્રી પ્રવીણ ગજ્જર પણ વિમોચનમાં સાથે રહ્યા હતા. મામલતદારમાંથી સુરેન્દ્રનગર ડે.કલેકટરનું પ્રમોશન મળ્યા બાદ કાલે શુભ મુહૂર્તમાં પોતાનો નવો ચાર્જ સંભાળ્યા બાદ આરઝુબેન ખંભાયતાએ વિશ્ર્વકર્મા વિશ્ર્વના દીપોત્સવી અંકનું વિમોચન કર્યું હતું.
- Advertisement -
વિશ્ર્વકર્મા વિશ્ર્વના દીપોત્સવી અંકનું વિમોચન કર્યા બાદ આરઝુબેન ખંભાયતાએ પ્રતિભાવ વ્યક્ત કરતાં કહ્યું કે વિશ્ર્વકર્મા દેશ-વિદેશના સમાજોને એકતાંતણે બાંધવાની સાથોસાથ વિશ્ર્વકર્મા પરિવારમાં રહેલી કલા-કારીગરી, કૌશલ્ય અને સાહિત્યને ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે. વિશ્ર્વકર્મા વિશ્ર્વનો વ્યાપ દિન-પ્રતિદિન વધતો રહે તેવી શુભેચ્છા પણ વ્યક્ત કરી હતી અને સૌને દીપોત્સવી પર્વની શુભેચ્છા વ્યક્ત કરી હતી. 2004માં મોરારિબાપુના વરદહસ્તે વિશ્ર્વકર્મા વિશ્ર્વનો પ્રારંભ થયા બાદ વિશ્ર્વકર્મા વિશ્ર્વ દર વર્ષે દીપોત્સવી વિશેષાંક પ્રગટ કરતું રહ્યું છે. આ વર્ષે પણ સંપૂર્ણ એક આર્ટ પેપરમાં 108 પાનાનો દીપોત્સવી વિશેષાંક તૈયાર કરાયો હતો.
વિશ્ર્વકર્મા વિશ્ર્વના દીપોત્સવી વિશેષાંકમાં સુપ્રસિદ્ધ લેખકો નીતિન વડગામા, ગીતા માણેક (મુંબઈ), આશુ પટેલ (મુંબઈ), જોરાવરસિંહજી જાદવ, નટવર આહલપરા, પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી, ડો. વિષ્ણુ પ્રજાપતિ, અમુલ પરમાર, દિનેશ પંચાલ, દિનેશ ગજ્જર સહિતના લેખકોની કલમ પ્રસાદી પીરસવામાં આવી છે. વિશ્ર્વકર્મા વિશ્ર્વ રમ્ય પબ્લિકેશન 320-હીરાપન્ના, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતેથી તેમજ જાણીતા રાજેશ બુક સ્ટોલ પરથી પણ ઉપલબ્ધ છે. વિશેષ માહિતી માટે પ્રવીણ ગજ્જર 9099949565નો સંપર્ક સાધી શકાય છે.