પાંચ વર્ષ આપણી સરકારના – સૌનો સાથ સૌનો વિકાસ” મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ૨-જી ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે ‘સંવેદના દિન’ ની રાજ્યવ્યાપી ઉજવણી યોજાશે.
રાજકોટ –પાંચ વર્ષ આપણી સરકારના – સૌનો સાથ સૌનો વિકાસ સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત તા. ૧ ઓગસ્ટ થી થી ૯ ઓગસ્ટ દરમિયાન રાજકોટ શહેર તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોની ઉજવણી અંતર્ગત યોજાનારા કાર્યક્રમોની કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી..
તા. ૨ જી ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ‘સંવેદના દિન’ની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સાથે ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ સહીત મહાનગરના વિવિધ પ્રકલ્પના લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
- Advertisement -

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત તા. ૧ ઓગસ્ટના રોજ યોજાનાર જ્ઞાન શક્તિ દિન, તા. ૨ ઓગસ્ટના રોજ સંવેદના દિન, તા. ૪ ઓગસ્ટના રોજ મહિલા સશક્તિકરણ દિન, તા. ૫ ઓગસ્ટના રોજ ધરતીપુત્ર સન્માન દિન, તા. ૬ ઓગસ્ટના રોજ યુવા શક્તિ દિન, તા. ૭ ઓગસ્ટના રોજ ગરીબ ઉત્કર્ષ દિન, તા. ૮ ઓગસ્ટના રોજ શહેરી જનસુખાકારી દિન, તેમજ તા. ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિનની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોની કલેકટર એ ઉપસ્થિત અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

- Advertisement -
આ બેઠકમા નગરપાલિકા કમિશનર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર ડેપ્યુટી કમિશનર રાજકોટ નગરપાલિકા વિસ્તાર ચૌધરી, પ્રાંત અધિકારીઓ ચરણસિંહ ગોહિલ, સિદ્ધાર્થ ગઢવી, વિરેન્દ્ર દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, અધિકારી ટોપરાણી સહીત વિવિધ વિભાગના અધિકારી ઓ તેમજ વિવિધ પ્રાંત અધિકારીઓ, મામલતદાર ઓ વિડીયો કોન્ફ્રન્સથી જોડાયા અને તાલુકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોની માહિતી પુરી પાડી હતી.


