ખાસ-ખબર ન્યૂઝ મોરબી
રાજ્યમાં સૌપ્રથમવાર મોરબી જિલ્લા પંચાયત યુપીએસસીની તૈયારી કરવા માટે છાત્રોને આપશે રૂ.15 હજારની વાર્ષિક સહાય આપશે. આ માટે સમાન્ય સભામાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. આ અંગે વિગતો આપતા ડીડીઓ જે.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં યુપીએસસીની તૈયારી કરવા માટે યુવાનો આગળ આવે અને તેઓને મદદ મળી રહે તે માટે તેઓને રૂ.15 હજારની વાર્ષિક સહાય આપવા જિલ્લા પંચાયત દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. હાલ એક વર્ષ માટે જ આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગામી વર્ષે આ અંગે આયોજન કરવામાં આવશે.