ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ, પોરબંદરમાં ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં આવશ્યક વસ્તુઓ અને નાગરિક પુરવઠા વહેચણી, વાજબી ભાવની દુકાન ખોલવા, અન્ન સલામતી જથ્થાના અપીલ કેસોની સમીક્ષા, ગ્રાહક સુરક્ષાના કેસોની સમીક્ષા, જિલ્લા કચેરીએ કરેલ તપાસ, ગ્રાહકના પ્રશ્નોની તથા ગ્રાહક સુરક્ષા પ્રવૃતિની ચર્ચાની સાથોસાથ આધાર આધારિત વિતરણ માટે ય-સુભ કરાવવાં અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી એચ પી જોશી, તોલ માપ અધિકારી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



