- રાજકોટ જિલ્લાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પેજપ્રમુખથી માંડી બુથપ્રમુખ સુધી કાર્યકર્તાઓની બેઠક દ્વારા સંગઠનનો વ્યાપમાં વધારો કરવો જરૂરી છે: મહેન્દ્રસિંહ સરવૈયા
- રાજકોટ જિલ્લા ભાજપ માળખું હાલમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે:મનસુખભાઈ ખાચરીયા
- રાજ્ય સરકારના વિકાસ કાર્યોને જનજન સુધી પહોંચાડવા સંગઠનની આવશ્યકતા છે: કુંવરજીભાઈ બાવળીયારાજકોટ જીલ્લા ભાજપ કાર્યલય ખાતે સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત બનાવવા બાબત તેમજ આવનારી૨૦૨૨ની ચૂંટણીને ધ્યાનમાં રાખી કાર્યકર્તાઓ વધુમાં વધુ સક્રિય રીતે કામ કરે તે હેતુથી પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદાર, સરકારના પ્રતિનિધિઓ સાથે પરિચય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, જીલ્લા સંગઠન પ્રભારી રક્ષાબેન બોળીયા, જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી ઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, મંડલના પ્રભારીઓ, મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને રાજકોટ જિલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા પ્રથમ વખત રાજકોટ આવતા હોય તે અનુસંધાને જિલ્લા ભાજપ કાર્યાલય (કમલમ) ખાતે રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાના અધ્યક્ષ સ્થાને પરિચય બેઠક યોજાઈ હતી..
જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને રાજકોટ જિલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયાએ જણાવેલ કે, રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કામ સૌથી સારું થાય તે હેતુથી જિલ્લા અને પ્રદેશના હોદેદારોની આ બેઠક પ્રથમ વખત મારી હાજરીમાં મળી રહી છે. જેથી જિલ્લાના તમામ હોદ્દેદારો સક્રિયતાથી કામ કરે તે બાબતે ભાર મૂક્યો હતો અને કટાક્ષમાં કહ્યું કે,જે હોદ્દેદારો માત્ર હોદ્દા લઈને કામ નથી કરતા તે ચલાવી નહી લેવાય. હોદેદારોની મિટિંગમાં ગેરહાજર રહેશે તો તે પણ ચલાવી નહી લેવાય તાત્કાલિક અસરથી જવાબદાર કાર્યકર્તાઓને પણ બદલાવી શકાશે. વધુમાં જણાવેલ કે, જે કાર્યકર્તા હોદ્દેદારો સારું કામ કરે છે તેની હંમેશા નોંધ લેવાય છે અને જે કાર્યકર્તા કામ કરતા નથી તેની પણ નોંધ લેવાતી હોય છે. જેથી દરેક હોદ્દેદારોએ પોતાની ફરજ પ્રમાણે કામ કરવું આવશ્યકતા છે, સાથે સાથે વધુમાં જણાવેલ કે, આવનારી ૨૦૨૨ની ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનને વધુ મજબૂત બનાવવો હશે તો પેજ પ્રમુખ સુધી આપણા કામનો વ્યાપ વધારવો પડશે તેમજ બુથ સુધીના કાર્યકર્તાઓને આપણે સંગઠનની મદદથી ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને સક્રિયતાથી કામ કરવું પડશે તેમજ જિલ્લાની એક વખત ટિફિન બેઠક બોલાવવાની રહેશે. ટિફિન બેઠકના માધ્યમથી સંગઠન વધુ મજબૂત બનશે.
- Advertisement -
અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરિયાએ ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાનું કામ શ્રેષ્ઠ થઈ રહ્યું છે, તમામ મોરચાની નિમણૂક થઈ ગઈ છે અને મંડલ સુધીનું કામ પૂર્ણ થઇ ગયું છે, સાથે સાથે છ મોરચાની રચના પૂર્ણ થઈ ગઈ છે, બેઠક પણ થઈ ગઈ છે અને જિલ્લા ભાજપની સૂચના અનુસાર સંગઠનનું કામ આગળ વધી રહ્યું છે તે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.
રાજ્યનાપાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ ગુજરાત સરકારની વાત કરતા જણાવેલ કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માધ્યમથી ગુજરાતના વિકાસ કાર્યો હાથ ધર્યા છે જે કાર્યો આજે જન-જન સુધી પહોંચે તે બાબતે સરકારની વિકાસગાથાને રાજકોટ જિલ્લા ભાજપ આ તમામ કાર્યકર્તા હોદ્દેદારો લોકો સુધી માહિતી પહોંચાડે તો અનેક યોજનાનો લાભ જનતાને મળી શકશે જે અંગેના કાર્યની વિસ્તૃત માહિતી આપી હતી.
પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરાએ રાજકોટ જિલ્લાના સંગઠનને વધુ મજબૂત બનાવવા બાબતે વિવિધ સૂચનો સાથે માહિતી આપી હતી અને સહ પ્રભારી મતી રક્ષાબેન બોળીયાની ખાસ ઉપસ્થિતિ રહી હતી.
- Advertisement -
સાથે સાથે જિલ્લા ભાજપ દ્વારા થયેલી કામગીરીનું જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણીએ જિલ્લા ભાજપ વતી માર્ગદર્શન આપ્યું હતું અને બેઠકના અંતમાં આભારવિધિ કરી હતી.
આ સાથે બક્ષીપંચ મોરચો, યુવા મોરચો, કિસાન મોરચો, અનુ.જાતિ મોરચો, લઘુમતી મોરચો, મહિલા મોરચો વિગેરે છ મોરચાની કામગીરી અંગે મોરચાના પ્રમુખ ઓએ વિસ્તૃત માહિતી આપી હતી.
જિલ્લા ભાજપ દ્વારા કોરોના મહામારીમાં અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી વખતે થયેલી પ્રશ્નશનિય કામગીરીને વખાણી હતી.
આ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાના અધ્યક્ષ સ્થાને મળેલ પરિચય બેઠકમાંજિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો, મંડલના પ્રભારી ઓ, મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ-મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ યાદીમાં જણાવે છે.


