ક્રાઇમ બ્રાંચે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી તમામ મુદ્દામાલ રિકવર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢના ચિતાખાના ચોકમાં કાલે સાંજે બે શખ્સ કેશોદથી પૈસા લઇ આવ્યા હતા તેને બે યુવકોએ છરી બતાવી રૂપિયા ભરેલો થેલો લૂંટી ગયા હતા. આ ઘટના ગણતરીની કલાકોમાં જ ક્રાઇક બ્રાંચે ઉકેલી 3 શખ્સોને પકડી પાડી 26.80 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
- Advertisement -
આ અંગેની માહિતી અનુસાર કેશોદથી બે યુવાન રૂપિયા ભરેલો થેલો લઇને કોઇને આપવા આવ્યા હતા આ બંને ચિતાખાના ચોક નજીક જુની સિવિલ હોસ્પિટ સામે પહોંચ્યા હતા ત્યારે બે શખ્સ તેને છરી બતાવી રૂપિયા ભરેલો થેલો લૂંટી ભાગી ગયા હતા. પરંતુ તેઓએ કંટ્રોલરૂમમાં સાત વાગ્યે જાણ કરી હતી. એક વ્યક્તિ ચાર લાખ અને એક વ્યક્તિ 27 લાખ હોવાનું જણાવતા પોલીસે તૂરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જમેાં મયુર સિંહ સોલંકીએ 26.80 લાખ આંગડીયા મારફત આપ્યા હતા. જેની લૂંટ કરી આરોપીઓ ભાગી છુટ્યા હતા. ત્યાર બાદ ફરિયાદી રમઝાન હારૂનભાઇ ઉઠમના રહે.રાજકોટ આરોપી હયાન ઉર્ફે પાંચીયો, રહીમખાન ઉર્ફે ભાવનગરી, સાહીલ દલ, તમામ રહે.જૂનાગઢ, ક્રાઇમ બ્રાંચે આ ઘટનાને ગણતરીની કલાકોમાં જ ઉકેલી 3 શખ્સોને રાઉન્ડ અપ કરી 26.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.



