નાગરિકોને ડસ્ટબીન આપવાના બદલે બારોબાર સેટઅપ કરવાની કવાયત?
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
- Advertisement -
વિસાવદર નગરપાલિકાના ભ્રષ્ટશાસનની વધુ એક વિગત આવી છે કે ઓન પેપર ડસ્ટબીન આપી દીધી અને બારોબાર સેટ અપ કરવાની ચાલતી ગેરરીતીની અફવા વચ્ચે આ હકીકત છે કે અફવા એવુ નગરપાલિકાના ચિફ ઓફીસરને ફોન કરી પૂછતા તેમને એ ખબર નથી કે કેટલી ડસ્ટબીન આવી છે અને કેટલી આવવાની બાકી છે.જુનાગઢના જાગૃત પત્રકાર મનોજ ચૂડાસમાએ આ બાબતે ચિફ ઓફીસરને ફોન કરતાં ગે ગે ફે ફે કરતા એવા જવાબો આપ્યા કે આ બધો વહીવટ એન્જિનિયર અને એસ.આઇ. ગાંધીનગર છે તેને ખબર છે અને આ કામગીરી મારામાં નથી આવતી અને ડસ્ટબીનની કોઈ માહિતી નથી ખરીદી પ્રકરણ વગેરે બાબતોનો ઉડાઉ જવાબ આપ્યા અને હું ફક્ત ટેકનીકલ બાબતો પર ધ્યાન આપવું છું.
ભ્રષ્ટ શાસનનો વધુ આ એક પુરાવો છે કેટલી ખરીદી થઈ કેટલો માલ આવ્યો કેટલું પેમેન્ટ આપ્યું વગેરે બાબતોથી અજાણ આ ચિફ ઓફીસર શું પોતાની જગ્યાએથી વહીવટ કરે છે એ જાણવું જરૂરી છે કેમ કે સરકારશ્રી ના પગાર લેતા પોતાના બાપની ઈજારાશાહી હોય એમ વતેતા કૌભાંડોની શાહીથી ખરડાયેલા અધિકારીઓ પાસે એ વિગતો નથી કે શું તેના નીચેના વહીવટો થાય છે.બે દિવસ પછી જવાબ આપવાની વાત કરતા આ અધિકારીઓ કાંઈક કાળા ધોળા કરી નાખશે. લોકશાહીની કલંકિત ઘટના સમાન સરકારી તંત્રની અવદશાએ છે પ્રજાના ટેક્સના પૈસાથી આવતી સવલતો પ્રજાને આપવાને બદલે બારોબાર સેટ કરી નાખવામાં આવે છે.હજુ આ બાબતે ગહન તપાસ કરતા એવી વિગતો પણ બહાર આવશે કે કેટલા રૂપિયાની મસમોટી ખરીદી છે અને ક્યાંથી ખરીદી છે અને તેમાં કેટલા રૂપિયાનો ટેબલ નીચેનો વહીવટ છે.
શરમની વાત તો એ છે કે આ બાબતે જો કતેવ્યનિષ્ઠાથી વરેલા મામલતદાર, પ્રાંત અધિકારી કે કલેકટર કેમ ચૂપ છે કે પછી આ અધિકારીઓની પકડ અને વગ એવડી મોટી છે કે ઉચ્ચ અધિકારી પણ આ ચિફ ઓફીસર થી ડરતા હશે એવું લોકો ચર્ચાઓ કરી રહ્યા છે.રસ્તા રીપેર ,ગટર યોજના જેવા અનેક કૌભાંડો બહાર આવે છે પણ આ અધિકારીઓનો વાળ પણ વાંકો નથી થતો આ પરથી લોકો એમ કહી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ શું આ ગેરરીતિમાં સામેલ હશે નહીંતર તો કોઈ પગલાં લેવાતાં હોય છે.