ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
દ્વારકા અને કલ્યાણપુરના વિકાસ પ્રશ્ર્નો માટે રાજ્ય સરકારના સિંચાઈ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સમક્ષ ધારાસભ્ય પબુભા માણેકએ વિવિધ મહત્ત્વના પ્રશ્ર્નો ઉકેલવા રજુઆત કરી છે. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં આ વિસ્તારોમાં તાત્કાલિક નિવારણ માટેની સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય પબુભા માણેકએ સાની ડેમનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માગણી કરી, જેને કારણે કૃષિ અને પાણી પુરવઠા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં લાભ થશે. લાઈટની અનિયમિતતાઓને લઈને પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને ઝડપી ઉકેલવાની જરૂર છે. ધારાસભ્યએ બિસ્માર રોડ-રસ્તા, જેના કારણે પ્રજાને અવરજવર દરમ્યાન ભારે તકલીફો થાય છે, તેના ઉકેલ માટે પણ મજબૂત પગલાં ભરવા જણાવ્યું. આ ઉપરાંત, શિવરાજપુરમાં વોટર સ્પોર્ટ્સ એકટીવીટી શરૂ કરવાની વાત અને ચરકલા જીજી વાળા ડેમની તુરંત મરામત જરૂરી હોવાનું દર્શાવ્યું. આ રજુઆતો દ્વારા ધારાસભ્ય પબુભા માણેકએ પ્રજાના પ્રશ્ર્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા સરકારનું ધ્યાન આકર્ષ્યું છે.



