૯૮ ગર્ડર તૈયાર : જ્યુબિલી ગાર્ડન તરફના બ્રિજના ૩૨ ગર્ડરનું શિફટીંગ શરૂ
નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં નિર્માણાધીન ફ્લાયઓવર સાઈટની પણ મુલાકાત લીધી
તા. ૨૨-૦૭-૨૦૨૧
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર બ્રિજ માટે જામનગર રોડ પર આર.સી.સી. ગર્ડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આજરોજ તા. ૨૨-૦૭-૨૦૨૧ના રોજ સવારે આ સ્થળની મુલાકાત લઈ ગર્ડર બનાવવાની કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત નાનામવા ચોક અને રામદેવપીર ચોક ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની સાઈટની પણ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.
- Advertisement -

સિવિલ હોસ્પિટલ ચોક ખાતેના ફ્લાયઓવર બ્રિજ માટે જામનગર રોડ પર અન્ય એક સ્થળે આર.સી.સી. ગર્ડર બનાવવામાં આવી રહયા છે. જેમાં ૯૮ ગર્ડર તૈયાર થઇ ચુક્યા છે. સિવિલ હોસ્પિટલ ચોકના આ થ્રી આર્મ ફ્લાયઓવરના જ્યુબિલી તરફના બ્રિજ પર ગર્ડર મુકવાનું હવે શરૂ થશે. ક્રેઇનની મદદથી ૩૨ ગર્ડર શિફ્ટ કરવાનું શરૂ કરવામાં આવી રહેલ છે.

- Advertisement -
નાનામવા ચોક અને રામદેવપીર ચોક ખાતેના ફ્લાયઓવર માટે બ્રિજના ફાઉન્ડેશન સંબંધી કામગીરી ચાલી રહી છે. કમિશનરશ્રીએ આ પ્રોજેક્ટ સંબંધી જો કોઈ પ્રશ્ન હોય તો તુર્ત જ રજુ કરવા તેનો નિકાલ કરવા અને આ કામો ઝડપભેર આગળ ધપાવવા જરૂરિયાત મુજબ મેનપાવર અને મશીનરી વધારવા સૂચના આપી હતી.

મ્યુનિ. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્યાન એડી. સિટી એન્જી. એચ.યું.દોઢિયા, ડેપ્યુટી એન્જિનિયરો નિવાસન અને અજય પરમાર, અને પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી અને એજન્સીના પ્રતિનિધિઓ હાજર રહયા હતાં.


