આજે PM મોદી સિંગાપોર જવા રવાના થશે
મોદી તેમની બે દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં મંગળવારે બ્રુનેઈ પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન બ્રુનેઈ પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી જ્યારે બ્રુનેઈ પહોંચ્યા ત્યારે પ્રિન્સ અલ-મુહતાદી બિલ્લાએ તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતું.બ્રુનેઈ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી 4 અને 5 સપ્ટેમ્બરે સિંગાપોરની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. PM મોદી લગભગ 6 વર્ષ બાદ સિંગાપોરની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન PM મોદી સિંગાપોરના રાષ્ટ્રપતિને પણ મળશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઙખ મોદી સિંગાપોરના બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન તેમની સાથે વાતચીત પણ થઈ શકે છે. એરપોર્ટ પર PM મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. આ પછી PM મોદી બ્રુનેઈની ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદ પહોંચ્યા. બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાનની હોટલમાં ભારતીય સમુદાયના લોકોએ પણ તેમનું સ્વાગત કર્યું હતું. PM મોદી બ્રુનેઈના સુલતાન હાજી હસન અલ-બોલકિયાના આમંત્રણ પર ગયા છે. તેઓ આજે સુલતાનને મળશે. આ બેઠક વિશ્વના સૌથી મોટા મહેલ ’ઈસ્તાના નુરુલ ઈમાન’માં થશે. આ પછી ભારત અને બ્રુનેઈ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે. પીએમ મોદી આજે જ સિંગાપુર જવા રવાના થશે. ભારત અને બ્રુનેઈ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG), બંને દેશો વચ્ચે રોકાણ અને સંરક્ષણ સહયોગ પર ચર્ચા થશે. ભારત બ્રુનેઈથી હાઈડ્રોકાર્બન આયાત કરી રહ્યું છે અને નેચરલ ગેસનો પુરવઠો વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારતે બ્રુનેઈના હાઈડ્રોકાર્બન ક્ષેત્રમાં 270 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. નેચરલ ગેસની જરૂરિયાતોને પહોંચી વળવા આમાં વધુ વધારો કરી શકાય છે. આ સિવાય સ્પેસ ટેક્નોલોજી અને સ્વાસ્થ્ય પર બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધારવાના પ્રયાસો પર પણ ચર્ચા થશે. ભારત મ્યાનમારની સ્થિતિ પર ચર્ચા કરશે. બોલ્કેયા બ્રુનેઈના 29મા સુલતાન છે. 1984માં અંગ્રેજોની વિદાય બાદ તેઓ બ્રુનેઈના વડાપ્રધાન પણ રહ્યા છે. રાણી એલિઝાબેથ દ્વિતીય પછી બોલ્કેયા સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર રાજા છે. તેમણે 2017માં 50 વર્ષના શાસનની સુવર્ણ જયંતિની ઉજવણી કરી હતી. બ્રુનેઈ જેવા નાના દેશના સુલતાન સૌથી શક્તિશાળી વ્યક્તિ હોવાની સાથે સૌથી ધનિક રાજાઓમાંના એક છે. 1980 સુધીમાં તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. ફોબ્ર્સ અનુસાર, 2008માં બોલ્કેયાની કુલ સંપત્તિ 1.4 લાખ કરોડ રૂપિયા હતી. સુલતાનની લક્ઝરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજા બન્યા બાદ તેણે 50 અબજ રૂપિયાનો મહેલ બનાવ્યો હતો. આ મહેલ “ઇસ્તાના નુરુલ ઇમાન” તરીકે ઓળખાય છે. આ સિવાય સુલતાન પાસે 7 હજાર કાર છે.