વૃક્ષો પડી જતાં વાહનોના ટેસ્ટ ડ્રાઈવની કામગીરી ઠપ્પ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
છેલ્લા પાંચ દિવસથી વરસતા ભારે વરસાદના કારણે અનેક મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. તો બીજીબાજુ ભારે વરસાદની અસર આર.ટી.ઓ. તંત્ર પર પણ પડી હતી. આર.ટી.ઓ. રાજકોટ ખાતે કાર્યરત ઓટોમોટેડ ડ્રાઈવીંગ ટેસ્ટ ટ્રેક વૃક્ષો પડી જવાના કારણે તા. 29, 30, 31 અને તા. 2-9ના એમ ચાર દિવસ માટે વાહન ટેસ્ટ ડ્રાઈવની કામગીરી બંધ રહેશે. ભારે વરસાદ અને પવનના કારણે ટેસ્ટ ટ્રેક પર નુકસાન થતાં ટેકનિકલ કારણોસર બંધ થયું છે તેમજ તમામ એપોઈમેન્ટ પાછળના દિવસોમાં રિશેડ્યુલ કરી આપવામાં આવ્યા છે
- Advertisement -
તેવું આર.ટી.ઓ. તંત્રની યાદીમાં જણાવાયું છે. રાજકોટ છઝઘ અધિકારી કેતન ખપેડને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, છઝઘ માં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક ગઇકાલે અને આજે એમ 2 દિવસ વરસાદને કારણે બંધ છે. વરસાદી પાણીને કારણે સેન્સર અને કેમેરામાં પાણી ગયું છે જેને કારણે તે બંધ થઈ ગયા છે જેથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવી શક્ય નથી દરરોજ ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત 500 જેટલી અરજીઓ પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવે છે પરંતુ હાલમાં વરસાદને કારણે આ અરજીઓ ઓછી થઈ છે બે દિવસથી વરસાદને કારણે ટ્રેક બંધ હોવાથી અપોઈન્ટમેન્ટ પછીની તારીખ આપવામાં આવેલી છે.