ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર દુષ્કર્મ અને પછી હત્યાનો મામલે તબીબ જગતમાં આક્રોશ : તબીબો અને સ્ટાફને સેફ વર્ક પ્લેશ આપવા માંગ કોલકાતાની આર.જી.કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટ2 52 દુષ્કર્મ અને પછી હત્યાનો મામલો હવે દેશભરમાં જોર પકડી રહ્યો છે. તબીબી જગતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે પોરબંદર મેડીકલ કોલેજના તબીબો તથા સ2કા2ી ભાવસિંહજી હોસ્પિટલના સ્ટાફગણે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકારી ભાવસિંહજી હોસ્પિટલમા માર્ચ પાસ્ટ કાઢી સ2કા2 સમક્ષ તબીબો અને સ્ટાફગણની સુરક્ષાને લઇને સેફ વર્ક પ્લેશની માંગ કરી હતી.