રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સુરાણી દ્વારા શહેરના નાગરિકોના લોકપ્રશ્ર્નો અને ફરિયાદો જૂલાઈ માસના દર ગુરૂવારે વર્ચ્યુઅલ લોકદરબાર યોજી શહેરની પ્રજાના પ્રશ્ર્નોને ઉકેલવા માટે કાર્ય કરી રહ્યા છે. જેમાં આજે 11 કલાકે યોજાયેલા વર્ચ્યુઅલ લોકદરબારમાં 30 મિનિટમાં જ પીવાના પાણીની, વરસાદી પાણીના ભરાવા, નવા કોમ્યુનિટી હોલ બનાવવા, રોડ રસ્તામાં ગાબડા, ટ્રાફિક સમસ્યા સહિતની અલગ-અલગ 18 ફરિયાદો મળી હતી. આ લોકદરબારમાં વધુમાં વધુ નગરજનોને જોડાવવા માટે વિિંાં://બશિ.ંહુ/ઈકઙનછખઈ આ લીંક પર લોગઈન કરે અને ઓનલાઈન ડેસ્ટ ઉપર વધુમાં વધુ ફરિયાદો લોકો નોંધાવે તેવી ભાનુબેન સુરાણીએ જાહેર જનતાને અપીલ કરી છે.
વિપક્ષી નેતાના વર્ચ્યુઅલ લોકદરબારમાં પાણી ભરાવા, ટ્રાફિક સમસ્યા સહિતની 18 ફરિયાદ
You Might Also Like
Follow US
Find US on Social Medias


