લોકો પેટમાં પધરાવે છે સૂક્ષ્મ પ્લાસ્ટિક!
ટોકિસકસ લિંકના સ્ટડીમાં સનસનીખેજ ખુલાસો: માઈક્રો પ્લાસ્ટીકથી ફેફસામાં સોજો, કેન્સર, હાર્ટ એટેક, વંધ્યત્વ સહિતનો ખતરો
- Advertisement -
બજારમાં વેચાઈ રહેલા લગભગ બધી બ્રાન્ડના મીઠા અને ખાંડમાં માઈક્રો પ્લાસ્ટીકની હાજરીનો સનસનીખેજ ખુલાસો થયો છે. થિંક ટેન્ક ટોકસીકસ લિંક દાવો કર્યો છે કે બજારમાં મળતું મીઠું (નમક) અને ખાંડની બધી બ્રાન્ડ પછી તે ઓનલાઈન વેચાતી હોય કે સ્થાનિક બજારમાં વેચાતી હોય તેમાં માઈક્રોપ્લાસ્ટીકની હાજરી જોવા મળી છે.
સૌથી વધુ ચિંતાની વાત એ છે કે, આયોડાઈઝડ મીઠામાં માઈક્રોપ્લાસ્ટીક વધુ માત્રામાં છે. આ મીઠામાં માઈક્રો પ્લાસ્ટીક બહુરંગી પાતળા રેસા અને પાતળા પડના રૂપમાં મોજૂદ છે.
બજારમાં તેના સેમ્પલ લેવાયા: ટોકિસકસ લિંકે ટેબલ નમક, સિંધાલુણ, સમુદ્રી મીઠુ અને સ્થાનિક કાચું મીઠું સહિત સામાન્ય રીતે ઉપયોગ થતા મીઠાની 10 જાતો અને પાંચ પ્રકારની ખાંડના નમુનાને ઓનલાઈન અને સ્થાનિક બજારોમાંથી ખરીદાયું હતું. તેમાં મીઠાના બે અને ખાંડના એક સેમ્પલને બાદ કરતા બાકી બધા બ્રાન્ડેડ હતા.
- Advertisement -
સ્ટડીમાં શું મળ્યું?: સેમ્પલોમાં 6.71થી 89.15 ટુકડામાં દર કિલોગ્રામ અને 0.1 એમએમથી 5 એમએમ સાઈઝ સુધી માઈક્રોપ્લાસ્ટીક મળ્યા હતા. આ માઈક્રો પ્લાસ્ટી રેસા, પેલેટસ, પાતળો પટલ અને ટુકડાના સ્વરૂપમાં મળ્યા હતા. ખાંડ અને મીઠાના ટુકડામાંથ મળી આવેલ માઈક્રો પ્લાસ્ટીક આઠ અલગ અલગ રંગના હતા.
પરિણામ ચિંતાજનક: ટોકિસકસ લિંકના ફાઉન્ડર ડાયરેકટર રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ અભ્યાસનું લક્ષ્ય માઈક્રો પ્લાસ્ટીક પર મોજૂદ વૈજ્ઞાનિક ડેટાબેઝમાં કંઈ ઉમેરવાનું છે. આથી વૈશ્વિક પ્લાસ્ટિક સંધિ આ મુદા પર ફોકસ કરી શકશે. એસોસીએટ ડાયરેકટર સતીષ સિંહાએ જણાવ્યું હતું કે આ સ્ટડીમાં મીઠુ અને ખાંડમાં બધા નમુનામાં માઈક્રો પ્લાસ્ટીક પર્યાપ્ત માત્રામાં મળવા ચિંતાજનક છે.
શા માટે સ્ટડી?: ટોકિસકસ લિંક અનુસાર એક ભારતીય સરેરાશ દરરોજ 10.98 ગ્રામ મીઠુ અને લગભગ 10 ચમચી ખાંડ ખાય છે. આ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ધોરણોથી ઘણું વધુ છે. ટોકિસકસ લિંકે આ સંશોધન માટે મીઠુ અને ખાંડની પસંદગી કરી. કારણ કે ભારતમાં દરરોજ ઘણી માત્રામાં તેનું સેવન કરાય છે.
માઈક્રો પ્લાસ્ટીકથી શેનો ખતરો?: માઈક્રોપ્લાસ્ટીક સ્વાસ્થ્ય અને પર્યાવરણ બન્ને માટે ખતરો છે. તે હાનિકારક કેમીકલ છોડે છે, જે માણસમાં પ્રજનન સંબંધી વિકાસ, વિકાસની ગતિ ધીમી થવી અને કેન્સર વગેરેનું કારણ બને છે.
આ પ્લાસ્ટીકના કણ ખાવા-પીવા અને હવાથી શરીરમાં ઘુસે છે એના પહેલા ફેફસા, હૃદય, મધર મિલ્ક, નસો અને પ્લેએટલમાં પણ માઈક્રો પ્લાસ્ટીક મળી ચૂકયું હોય છે. માઈક્રો પ્લાસ્ટીકના કારણે ફેફસામાં સોજો, કેન્સર, હાર્ટ એટેક, સ્થુળતા, ઈુસ્યુલીન પ્રતિરોધ અને વંધ્યત્વ વગેરેનો ખતરો રહે છે.