ફાયર વિભાગે આગને તાત્કાલીક કાબુમાં લીધી: સદનસીબે મોટી જાનહાની ટળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ શહેરનો ધમધમતો બસ સ્ટેન્ડ રોડ પર અચાનક એક કારમાં આગ લાગતા અફડા તફડી મચી જવા પામી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી જોકે કારમાં આગ લાગતા તુરંત ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના કર્મચારીઓ સ્થળ પર પોહચી પાણીનો મારો ચલાવી મહા મુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો.
- Advertisement -
આજે 12 વાગ્યા આસપાસ નરસિંહ મેહતા તળાવ પાસે આવેલ પેટ્રોલ પંપ સામે રોડ પર એક પસાર થઇ રહી હતી ત્યારે ચાલુ કારે અચાનક કારના આગળના ભાગે એન્જીનમાં આગ લાગી હતી કારમાં આગ લાગતા ચાલાક તુરંત બહાર નીકળી ગયો હતો.અને કારમાં આગ લાગવાથી બળીને ખાખ થઇ ગઈ હતી જયારે ફાયર વિભાગે આવીને સળગતી કાર પર પાણીનો મારો ચલાવતા આગને કાબુમાં લીધી હતી આ આગથી કોઈ જાનહાની નથી પણ આગના લીધે કારને ભારે નુકશાની થઇ હતી.