ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
વોર્ડ નં. 2માં આવેલા જામનગર રોડથી શિતલ પાર્ક મેઈન રોડ ચોક સુધી સેન્ટ્રલ લાઈટ કામનું લોકાર્પણ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, 69-વિધાનસભા ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, વેજલપુર અમદાવાદના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રોશની સમિતિ ચેરમેન કાળુભાઈ કુંગશીયા તેમજ વોર્ડ નં. 2ના કોર્પોરેટર મીનાબા જાડેજા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી ડો. માધવ દવેના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ પ્રસંગે વોર્ડ નં.2ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ નં. 2ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં. 2ના મહામંત્રી કૌશિકભાઈ અઢિયા, ભાવેશભાઈ ટોયટા, જયસુખભાઈ પરમાર, પૃથ્વીસિંહ વાળા, રવિરાજસિંહ સરવૈયા, લલીતભાઈ ચંદારાણા, ચંદુભાઈ વ્યાસ, ઘનશ્યામસિંહ રાઠોડ, રાજલભાઈ સિંધવ, જયરાજસિંહ જાડેજા, હર્ષવર્ધનભાઈ કહોર, સુરુભા વાળા, પૃથ્વીરાજ ચૌહાણ, પુષ્પકભાઈ જૈન તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.