૧૨૩૫૧ વાલીઓ વોટસએપ હોય ગ્રુપમાં જોડાયા: બાળકો રચનાત્મક પ્રવૃતિ ખીલે છે
કોરોનાની મહામારીને લીધે આંગણવાડીઓમાં શૈક્ષણિક પ્રવૃતિ બંધ છે. ત્યારે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ ઉંમરે આંગણવાડી સેટકોમ કાર્યક્રમ મારફતે બાળકોને ઓનલાઇન પ્રવૃતિઓમાં શીખવવામાં આવે છે. રાજકોટ જિલ્લાની ૧૩૬૦ આંગણવાડીમાં આ પ્રોજેકટ અમલમાં છે.
રાજકોટ જિલ્લામાં ૧૨ ઘટકની કુલ ૧૩૬૦ આંગણવાડી કેન્દ્ર કાર્યક્રમ છે. હાલ કોરોનાને લીધે કેન્દ્ર બંધ છે. ત્યારે બાળકોમાં રસ, રૂચિ અને શીખવાની પ્રવૃતિ જળવાય રહે તે માટે આઇ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત, રાજકોટના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન અને સી.ડી.પી.ઓ.ઓના સંકલનમાં ઉંમરે આંગણવાડી કાર્યક્રમ અમલમાં છે.
- Advertisement -
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર સોમવારે બપોરે ૨ વાગ્યે બાળકોને તેના વાલીઓ મારફત માર્ગદર્શન આપી રમકડા બનાવવા, ચિત્રો દોરવા, પ્રાણીઓ-પક્ષીઓ ઓળખવા તેમજ અન્ય બાળ રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ ૧૨,૩૫૧ વાલીઓ વોટસએપ ગૃપમાં જોડાયા છે.


