આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા
”આપદામાં પણ કુટુંબ નિયોજનની તૈયારી, સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારી”

- Advertisement -
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા દર વર્ષે તા.૧૧ જુલાઇના રોજ વિશ્વ વસતિ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘આપદામાં પણ કુટુંબ નિયોજનની તૈયારી, સક્ષમ રાષ્ટ્ર અને પરિવારની સંપૂર્ણ જવાબદારી’ સૂત્ર સાથે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા અધિકારી ડો. નિલેશ શાહ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે.ડાભી તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ અંતર્ગત વિશ્વ વસ્તી દિન ઉજવણી રાજકોટ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ફેમિલી હેલ્થ સેમિનાર તેમજ આરોગ્યની વિભાગની વિવિધ યોજનાઓ, પ્રોગ્રામો, અભિયાનોની વિગતવાર માહિતી સાથે જનજાગૃતિ માટેનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

મુખ્ય જિલ્લા અધિકારી ડો. નિલેશ શાહના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાની ૪ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ૧૩ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૯ અર્બન હેલ્થ સેન્ટર તેમજ ૩૪૪ સબ સેન્ટરોમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી હાલ ચાલુ છે.
- Advertisement -

વિશ્વ વસતિ દિનની ઉજવણી બે ભાગમા રાખવામા આવી છે. જેમાં પ્રથમ ભાગમાં તા.૨૭ જુલાઈ સુધી દંપતી સંપર્ક પખવાડીયું તરીકે ઉજવણી દરમ્યાન કુટુંબ કલ્યાણ અંતર્ગત અલગ અલગ પધ્ધતિઓનું પ્રદર્શન, જરૂરિયાતમંદ લાભાર્થી સાથે પરિવાર નિયોજન અંગે વાતચીત, જનજાગૃતિ માટે દરેક ગામમાં બેનર, પોસ્ટર ડિસપ્લે કરવામાં આવે છે. ખાસ કરીને લગ્ન માટેની યોગ્ય ઉંમર, બાળક થવાનો યોગ્ય ગાળો, પોસ્ટ પાર્ટમ અને પોસ્ટ એબોર્સન કુટુંબ નિયોજન સેવાઓ, પુરુષ ભાગીદારી વગેરે વિષયો આવરી લેવામાં આવ્યા હતા.
જ્યારે બીજા ભાગમાં તા.૧૧ જુલાઈ થી તા.૨૪ જુલાઈ દરમ્યાન કુટુંબ કલ્યાણની પદ્ધતિઓનું પ્રદર્શન, વિવિધ પદ્ધતિઓનું કાઉન્સિલીંગ, યોગ્ય જાહેર સેવાઓ તથા આરોગ્ય કેન્દ્રમાં બેનર, પોસ્ટર સહીત દરેક ગામમાં પત્રિકા વહેચવામાં આવી રહી છે.

તા.૧૧ જુલાઈ થી તા.૨૪ જુલાઇ દરમિયાન જિલ્લા હોસ્પિટલ ખાતે કેમ્પના માધ્યમથી કાયમી અને હંગામી કુટુંબ કલ્યાણની પદ્ધતિઓનો મોટાપાયે લાભ આપવામાં આવે છે. આ કેમ્પ દરમ્યાન આઈ.ઈ.સી. મટીરીયલનું વિતરણ અને વધારાના એન.એસ.વી. પર ઉપર વધારે ભાર મૂકીને પુરુષોની ભાગીદારી વધારવા પ્રયત્ન કરવામાં આવતું હોવાનું આરોગ્ય અધિકારી એ વિશેષમાં જણાવ્યું છે.
વિશ્વ વસ્તી દિન અંતર્ગત તાલુકા દીઠ કેમ્પના દિવસે ફેમિલી હેલ્થ સેમિનાર યોજવામાં આવે છે. આ કેમ્પમાં લક્ષિત દંપતીઓને બોલાવી તેમને કુટુંબ કલ્યાણ અલગ અલગ પધ્ધતિઓનું માર્ગદર્શન, માતા-પિતાને બાળ આરોગ્ય તથા એચ.આઈ.વી. એઇડ્સ વિશે જાગૃતિની ચર્ચા, તેમ જ જરૂરિયાત મંદ લાભાર્થી સાથે પરિવાર નિયોજનની વાત કરવામાં આવે છે તેમ આરોગ્ય અધિકારીએ વધુમા જણાવ્યુ છે.

આ સાથે આરોગ્ય કેન્દ્રમાં શિબિર, વકૃત્વ સ્પર્ધા, નાટક, શેરી નાટક, ભવાઈ, પપેટ શો સહિતના લોકજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.


