રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા કે.કે.વી.ચોક ખાતે ડોમીનોઝ પીઝાથી શરૂ થઈ આત્મીય કોલેજ સુધી બનનારા નવા ફલાય ઓવર બ્રિજને કારણે કોટેચા ચોકથી કે.કે.વી. ચોક તરફ જતો ડાબી બાજુનો આશરે ૫૦૦ મીટર જેટલો કે.કે.વી.ચોક સુધીનો રોડ દ્રિ-ચક્રીય વાહનો માટે ખુલ્લો રહેશે અને આ રોડ ઉપર દ્રિ ચક્રીય વાહનો સિવાયના જેવા કે હાથલારી તથા રેકડી તથા થ્રી વ્હિકલ તથા ફોર વ્હિકલ અને તેનાથી ભારે વાહનોને આ રોડ ઉપરથી પસાર થવા માટે ૨૪-કલાક માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવે છે.
કાલાવડ રોડ કોટેચાથી ચોકથી કે.કે.વી. ચોક તરફ જવા માગતા લારી,રેકડી, થ્રી-વ્હિકલ, ફોર-વ્હિકલ અને તેનાથી ભારે વાહનો માટે કોટેચા ચોકથી યુનિવર્સીટી રોડ તરફ ઇન્દીરા સર્કલથી કે.કે.વી.ચોક તરફ જઇ શકશે તથા કોટેચા ચોકથી હીંગળાજનગર ચોક થઇ અમીન માર્ગ થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ થી બીગબજાર ચોક થી યુ-ટર્ન લઇ કે.કે.વી.ચોક તરફ જઇ શકશે અને કોટેચા ચોકથી કે.કે.વી.ચોક તરફ જતા રોડની ડાબી બાજુ નાના સર્વિસ રોડ ઉપર ફકત ટૂ-વ્હિલર જ પસાર થઇ શકશે.
- Advertisement -
તેમજ કે.કે.વી.ચોકથી કોટેચા ચોક તરફ જવા માટે રોડ ડાબી બાજુ વાળા સર્વિસ રોઢ ઉપર તમામ પ્રકારના વાહનો એટલે કે, ભારે વાહનો સિવાયના તમામ વાહનો પસાર થઈ શકશે.
ઉપરોકત હુકમો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.


