ઇઝરાયલે 7 ઑક્ટોબરના હુમલાનો બદલો લીધો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31
- Advertisement -
હમાસનો રાજકીય વડો ઈસ્માઈલ હાનિયા માર્યો ગયો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ વાતની પુષ્ટિ કરી છે. IRGCએ જણાવ્યું હતું કે તેહરાનમાં તેના ઘરને બોમ્બથી ઉડાવી દીધુ હતું, જેમાં હમાસનો વડો ઈસ્માઈલ હાનિયા અને તેમના એક બોડીગાર્ડનું મોત થયું હતું.
ઇઝરાયલે 7 ઓક્ટોબરે પોતાના દેશમાં થયેલા હુમલાનો બદલો લીધો છે. છેલ્લા 9 મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઇઝરાયલે બુધવારે વહેલી સવારે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાને ઢાળી દીધો છે. ચોંકાવનારી વાત એ છે કે હાનિયાનું મોત ગાઝા, પેલેસ્ટાઈન કે કતારમાં નહીં પરંતુ ઈરાનની રાજધાની તેહરાનમાં થયો છે. હમાસે પોતે એક નિવેદન જાહેર કરીને તેના ચીફના મોતની પુષ્ટિ કરી છે.
ખરેખરમાં, હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયા મંગળવારે (30 જુલાઇ) ઇરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કિયાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયો હતો. આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની સાથે પણ મુલાકાત કરી હતી. બીજા જ દિવસે (બુધવારે) એટલે કે આજે વહેલી સવારે ઇઝરાયલે ઈસ્માઈલ હાનિયા જે ઘરમાં રહેતો હતો તેના પર બોમ્બમારો કરીને ઉડાવી દીધુ હતું.
- Advertisement -
હાનિયા 1987માં હમાસમાં જોડાયો હતો. ઈસ્માઈલ હાનિયા 2017થી હમાસના મુખ્ય રાજકીય નેતા બન્યો. શૂરા કાઉન્સિલ, હમાસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાએ તેમને 2021માં ચાર વર્ષની મુદત માટે ફરીથી ચૂંટાયો. સંગઠનમાં તેની સામે બીજુ કોઈ નહોતું.
ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, હાનિયાના મોતની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. જો કે, ઈરાનની સરકારી ચેનલોએ ઇઝરાયલ પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું છે.
હમાસના રાજકીય નેતા ઈસ્માઈલ હાનિયેના મોત અંગે સરકારી સમાચાર એજન્સી ઈંછગઅએ કહ્યું કે આ હુમલો ગાઈડેડ મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો. હાનિયે ઉત્તર તેહરાનમાં એક ઘરમાં રહેતો હતો. ઈરાને કહ્યું કે ઈરાનની સેના તે સ્થળ શોધી રહી છે જ્યાંથી હુમલો થયો હતો.
ઇસ્માઇલ હાનિયા સહિત હમાસની પોલિટિકલ લીડરશિપ 12 વર્ષથી કતારમાં રહેતી હતી. હમાસના કતાર સાથે સારા સંબંધો છે. જો કે, 3 મહિના પહેલા, અહેવાલો આવવા લાગ્યા હતા કે કતાર યુદ્ધમાં મધ્યસ્થી કરવાથી કંટાળી ગયું છે. આ કારણે હમાસના નેતાઓ ઓમાન શિફ્ટ થવાની યોજના બનાવી રહ્યા હતા. કતારમાં રહેતા હાનિયે પર ક્યારેય હુમલો થયો ન હતો.
હાનિયા તહેરાનમાં જ્યાં છુપાયો હતો તે ઘરને ગાઈડેડ મિસાઈલથી ઉડાવી દીધું
રશિયાએ હાનિયેના મોતને રાજકીય હત્યા ગણાવી: અમેરિકાએ કહ્યું-ઈઝરાયલ પર હુમલો થશે તો મદદ કરીશું
ઈસ્માઈલ હાનિયેના મૃત્યુ પર ઘણા દેશોએ પ્રતિક્રિયા આપી છે… રશિયાએ તેને રાજકીય હત્યા ગણાવી અને કહ્યું કે તેને સ્વીકારવામાં આવશે નહીં. રશિયાના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું કે આનાથી મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધુ તીવ્ર બની શકે છે.
તુર્કીએ આ ઘટનાને ઘૃણાસ્પદ ગણાવી છે. તુર્કીના વિદેશ મંત્રાલયે કહ્યું કે હાનિયેનું મૃત્યુ દર્શાવે છે કે ઇઝરાયલની નેતન્યાહૂ સરકાર શાંતિ સ્થાપવા માંગતી નથી. ઈરાને કહ્યું કે હાનિયેની હત્યા ઈરાન અને પેલેસ્ટાઈન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસેર કાનનીએ કહ્યું કે હાનિયેનું બલિદાન વ્યર્થ નહીં જાય. હાનિયેના મોત બાદ અમેરિકાના રક્ષા સચિવ લોયડ ઓસ્ટીને કહ્યું કે જો ઇઝરાયલ પર હુમલો થશે તો અમેરિકા તેની મદદ કરશે. તેમણે કહ્યું કે અમેરિકા મિડલ ઈસ્ટમાં તણાવ ઘટાડવા માટે પણ કામ કરશે.